Home /News /entertainment /Mohan Juneja Death : KGF 2 ફેમ મોહન જુનેજા નથી રહ્યા, બેંગલુરુમાં લીધા અંતિમ શ્વાસ
Mohan Juneja Death : KGF 2 ફેમ મોહન જુનેજા નથી રહ્યા, બેંગલુરુમાં લીધા અંતિમ શ્વાસ
મોહન જુનેજા નિધન
Mohan Juneja Passes Away: મોહન જુનેજા લાંબા સમયથી બીમાર હતા. જ્યારે તેની તબિયત બગડતાં તેને બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું મૃત્યુ થયું
Mohan Juneja Passes Away: અભિનેતા યશ (Yash) અભિનીત, કેજીએફ 2 (KGF2), જે થોડા દિવસ પહેલા જ રિલીઝ થઈ હતી, આ દિવસોમાં સર્વત્ર પ્રશંસા મેળવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. યશ સિવાય ફિલ્મમાં અન્ય કલાકારોના પણ કામના વખાણ થઈ રહ્યા છે. પરંતુ, આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા એક અભિનેતા સાથે જોડાયેલા ખરાબ સમાચાર સામે આવ્યા છે. KGF ચેપ્ટર 2 સાથે સંકળાયેલા અભિનેતા મોહન જુનેજા (Mohan Juneja), જેઓ દક્ષિણ પ્રાદેશિક ફિલ્મોમાં અનેક કોમિક ભૂમિકાઓમાં જોવા મળી ચુક્યા છે, તેમનું 54 વર્ષની વયે અવસાન થયું છે. મોહન જુનેજાના નિધનના સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર મનોરંજન જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. દિવંગત અભિનેતાના ચાહકો પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
મોહન જુનેજા લાંબા સમયથી બીમાર હતા. જ્યારે તેની તબિયત બગડતાં તેને બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું મૃત્યુ થયું. તેમના નિધનના સમાચાર બાદ, KGF, હોમ્બલે ફિલ્મ્સના નિર્માતાઓએ મોહન જુનેજાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું
અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતા, KGF 2 ના નિર્માતાઓએ ટ્વિટર પર લખ્યું, "અભિનેતા મોહન જુનેજાના પરિવાર, મિત્રો અને શુભેચ્છકો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. તે કન્નડ ફિલ્મો અને અમારા KGF પરિવારનો સૌથી પ્રખ્યાત ચહેરો હતા." બીજી તરફ, મોહન જુનેજાના ચાહકોએ પણ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે.
અભિનેતા ગણેશે ટ્વિટર પર મોહન જુનેજાની તસવીર શેર કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું- 'ઓમ શાંતિ!!' આ સિવાય નિર્દેશક સુની, પવન વાડેયર અને ચેતન કુમારે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વશિતા એન સિમ્હાએ પોતાના ટ્વીટમાં લખ્યું, "અમે તમને મિસ કરીશું સર." રઘુ મુખર્જીએ ટ્વીટ કર્યું, "રેસ્ટ ઈન પીસ."
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર