Home /News /entertainment /

Mohammed Rafi Birthday: જાણો - લગભગ 26,000 ગીત ગાનાર રફી સાહેબની કારકિર્દીની અદભૂત ગાથા

Mohammed Rafi Birthday: જાણો - લગભગ 26,000 ગીત ગાનાર રફી સાહેબની કારકિર્દીની અદભૂત ગાથા

કોણે રફી સાહેબની પ્રતિભાને ઓળખી અને તેમને ગાવા પ્રોત્સાહિત કર્યા?

રફી સાહબ (Mohammed Rafi Birthday)ના મોટા ભાઈ મોહમ્મદ દિનનો એક મિત્ર હતો જેનું નામ અબ્દુલ હમીદ હતું. તેઓ સૌપ્રથમ એવા વ્યકતિ હતા કે, જેમણે રફીની પ્રતિભાને ઓળખી અને તેમને ગાવા માટે પ્રોત્સાહિત કર્યા

  મુંબઈ : માયા નગરી મુંબઈ (Mumbai)માં દરરોજ હજારો યુવાનો આવે છે, જેઓ બોલિવૂડ (Bollywood)માં પોતાને સ્થાપિત કરવાના સપના (Dreams) સાથે પોતાનું ઘર છોડીને મુંબઈ પહોંચે છે. આમાંથી થોડાક જ એવા હોય છે જેમના સપનાઓને પાંખો મળે છે અને બાકીના લોકો પોતાના વિખરાયેલા સપનાઓનું સમાધાન કરીને પોતાના ઘરે પાછા જાય છે. જો બોલિવૂડના મ્યુઝિક (Music) ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો મોહમ્મદ રફી (Mohammed Rafi Birthday)એ દુર્લભ હીરા છે જેની ચમક ક્યારેય ઓછી થઈ શકતી નથી. મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર, 1924માં અમૃતસર (Amritsar) પાસેના ગામ કોટલા સુલતાન સિંઘમાં હાજી અલી મોહમ્મદ (Haji Ali Mohammed)ને ત્યાં થયો હતો. મોહમ્મદ રફીને બાળપણ (Childhood)થી જ ગાવાનો શોખ હતો. બાળપણમાં રફી સાહેબ ગામમાં ફરતા ફકીરની બોલાતી બોલીઓની નકલ કરતા હતા.

  આ વ્યક્તિએ તેમની પ્રતિભાને ઓળખી અને....

  રફી સાહબના મોટા ભાઈ મોહમ્મદ દિનનો એક મિત્ર હતો જેનું નામ અબ્દુલ હમીદ હતું. તેઓ સૌપ્રથમ એવા વ્યકતિ હતા કે, જેમણે રફીની પ્રતિભાને ઓળખી અને તેમને ગાવા માટે પ્રોત્સાહિત કર્યા. અબ્દુલ હમીદે જ રફી સાહબના પરિવારજનોને સમજાવ્યા અને આ રીતે મોહમ્મદ રહી અબ્દુલ હમીદ સાથે મુંબઈ આવ્યા. રફી સાહેબે પંજાબી ફિલ્મ ગુલ બલોચ માટે પહેલું ગીત ગાયું હતું. આ ફિલ્મ 1944માં રિલીઝ થઈ હતી અને તે જ વર્ષે ઓલ ઈન્ડિયા રેડિયો લાહોરે તેમને ત્યાં કામ કરવા આમંત્રણ આપ્યું હતું. મ્યુઝિક કંપોઝર નૌશાદે તેમને સૌપ્રથમ બોલિવૂડમાં આપ નામની ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો અને ત્યારપછીના વર્ષોમાં રફી સૌ લોકોના દિલમાં એવી રીતે વસી ગયા કે આજે પણ તેમના ગીતો સાંભળીને લોકો તેમને યાદ કરે છે.

  આજા... ગીત સાથેની એક રમુજી વાત

  તેમના ગીતો વિશે વાત કરવી કદાચ આ મહાન વ્યક્તિત્વનું અપમાન હશે, કારણ કે, તેમના ગીતનો કોઈ જવાબ જ ન હતો. તેમના ગીત સૌકોઈના દિલ સુધી પહોંચવામાં સફળ રહેતા. આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. આજા આજા ગીત રફી સાહબનું ખૂબ જ લોકપ્રિય ગીત છે. આ ગીત સાથે ઘણી રમુજી યાદો જોડાયેલી છે. સિંગર ઉષા ટિમોથીએ આ ગીત વિશે જણાવ્યું હતું કે એક સ્ટેજ શો દરમિયાન આજા આજા ગીતમાં માત્ર 8 વાર છે અને આ...આ .... આજા સાથે ગીત પૂરું કરવાનું હતું, પરંતુ રફી સાહેબ હંમેશા ગણતરી ભૂલી જતા હતા તેથી મેં તેમને સલાહ આપી હતી કે જ્યારે હું તમારાથી દૂર જવા લાગુ તો સમજવાનું કે હવે અટકવાનું છે.

  રફી સાહેબ ક્યારેય ગુસ્સે ન થતા

  તે સમયે તેણે મને કહ્યું કે ઠીક છે પણ જ્યારે ગાવાનો સમય આવ્યો ત્યારે તે ફરી ભૂલી ગયા અને હું દૂર જવા લાગી, તો પછી આજા... આજા...નું જાજા... જાજા... થઇ ગયું અને આ બાબતનો દર્શકોએ પણ ખૂબ આનંદ માણ્યો. મહાન અભિનેતા દિલીપ કુમારે એમ પણ કહ્યું હતું કે, રફી સાહેબ (Mohammed Rafi)ને ક્યારેય કોઈએ કોઈની સાથે ગુસ્સે થતા જોયા નથી, તેમનામાં કોઈ અહંકાર નથી, દરેક સાથે મૈત્રીપૂર્ણ અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા. રફી સાહેબ ખૂબ જ દયાળુ હતા. તે ઘણા વર્ષોથી તેની પડોશમાં રહેતી વિધવા મહિલાને દર મહિને મની ઓર્ડર મોકલતા હતા. જ્યારે આ વિધવા મહિલા પાસે મની ઓર્ડર આવવાનું બંધ થઈ ગયું તો તે પોસ્ટ ઓફિસ ગઈ અને ત્યાર બાદ તેને ખબર પડી કે આ મની ઓર્ડર રફી સાહબ દ્વારા મોકલવામાં આવતું હતું, જેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, રફી સાહેબે 517 વિવિધ મૂડ અને પ્રસંગોને દર્શાવતા લગભગ 26000 ગીતો ગાયા અને તેમણે લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં ગીત ગાયા છે.

  આ પણ વાંચોYear Ender 2021: રશ્મિકા મંદન્નાથી પૂજા હેગડે, 2021માં સાઉથની 7 અભિનેત્રીઓનો રહ્યો જલવો

  'રફી સાહેબ ભીંડી બજારમાંથી ખીર લાવતા, બધા બેસીને ખાતા'

  રફી સાહેબે (rafi saheb) હરેન્દ્ર નાથ ચટ્ટોપાધ્યાય પાસેથી અંગ્રેજી શીખ્યા અને અંગ્રેજીમાં 2 ગીતો પણ ગાયા. મન્ના ડે કહેતા હતા કે હું, કિશોર દા અને અન્ય ગાયકો હંમેશા નંબર ટુની ખુરશી માટે લડતા હતા કારણ કે મોહમ્મદ રફી હંમેશા નંબર વનની ખુરશી પર બેસતા હતા. આરડી બર્મનના કહેવા પ્રમાણે, જ્યારે મારું ગીત રેકોર્ડ થઈ રહ્યું હતું ત્યારે રફી સાહેબ ભીંડી બજારમાંથી ખીર લાવતા અને અમે બધા સાથે બેસીને ખાતા. 1975 માં, રફી સાહબ કાબુલ ગયા અને ત્યાં તેમણે અફઘાન મહિલા ગાયિકા ઝિલા સાથે કેટલાક ફારસી સોલો અને કેટલાક યુગલ ગીતો ગાયા. આખી જીંદગી પોતાના ગીતો વડે ભારતવાસીઓના દિલો પર રાજ કરનાર આ ગાયક મૃત્યુપર્યંત રિયાઝ કરતા રહ્યા. 31 ઓગસ્ટ 1980 ના રોજ, રફી સાહેબ મા કાલીનું બંગાળી ભજન સંભળાવી રહ્યા હતા અને તે જ સમયે તેમની છાતીમાં દુખાવો થવા લાગ્યો. આ દિવસે તેમનું અવસાન થયું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

  આગામી સમાચાર