B'day Spl : 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને લાઈમલાઈટમાં આવ્યો મિલિંદ સોમન, એક જાહેરાતે બદલ્યું જીવન

મિલિંદ સોમન જન્મદિવસ

બોલિવૂડ (Bollywood), ટેલિવિઝન (Television) અને મોડલિંગ (Modeling)ની દુનિયામાં ત્રણેય સ્થાનો પર પોતાનું નામ કમાયા બાદ હંમેશા પોતાની ફિટનેસ (Fitness)ને લઈને ચર્ચામાં રહેનાર મિલિંદ સોમન (Milind Soman) આજે પણ દરેક માટે રોલ મોડલ છે

  • Share this:
    મુંબઈ : બોલિવૂડ (Bollywood), ટેલિવિઝન (Television) અને મોડલિંગ (Modeling)ની દુનિયામાં ત્રણેય સ્થાનો પર પોતાનું નામ કમાયા બાદ હંમેશા પોતાની ફિટનેસ (Fitness)ને લઈને ચર્ચામાં રહેનાર મિલિંદ સોમન (Milind Soman) આજે પણ દરેક માટે રોલ મોડલ છે. મિલિંદ સોમનનો જન્મ 4 નવેમ્બર 1965ના રોજ થયો હતો. આ વર્ષે મિલિંદ તેનો 56મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. મિલિંદ સોમનની ગણતરી આજે પણ દેશના લોકપ્રિય મોડલ્સમાં થાય છે. આ ઉંમરે પણ જ્યારે મિલિંદ રેમ્પ પર વોક કરે છે ત્યારે તેની સામે યંગ મોડલ્સ નિસ્તેજ દેખાય છે. મિલિંદના જન્મદિવસ પર, ચાલો અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ...

    મિલિંદ ફિટનેસ ફ્રીક છે. મિલિંદે વર્ષ 2015માં આયર્નમેન ચેલેન્જ પૂરી કરી હતી. આમાં તેમને ભારતના આયર્નમેનનું બિરુદ આપવામાં આવ્યું હતું. મિલિંદે આ ચેલેન્જ 5 કલાક અને 19 મિનિટમાં પૂરી કરી હતી. વર્ષ 1995માં મિલિંદ સોમને એક જાહેરાત માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ તે વિવાદોમાં ફસાઈ ગયો હતો. આ જાહેરાતમાં તેની સાથે પ્રખ્યાત મહિલા મોડલ મધુ સપ્રે પણ હતી. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં બંને સુપરમોડલ પોતાનું શાનદાર ફિગર બતાવવામાં વ્યસ્ત દેખાતા હતા.

    મિલિંદના આ ફોટોશૂટથી નારાજ ઘણા સામાજિક જૂથોએ વિરોધ અને રેલીઓ કાઢવાનું શરૂ કર્યું. 14 વર્ષ સુધી કાનૂની કાર્યવાહી ચાલુ રહી અને અંતે 2009માં કોર્ટે જાહેરાતની તરફેણમાં ચુકાદો આપ્યો. આ જાહેરાતે ભારતીય સંસ્કારો, સંસ્કૃતિ, મૂલ્યો અને ઉપદેશોને લઈને લોકોમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા.

    આ પછી મિલિંદ તેની 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં આવ્યો હતો. મિલિંદે 22 એપ્રિલ 2018ના રોજ અંકિતા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. મિલિંદે એક ફેશન શો દરમિયાન લોકોની સામે અંકિતાનો પરિચય કરાવ્યો હતો. મિલિંદ અને અંકિતાએ લગ્ન પહેલા થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા. હવે બંને પોતાના લગ્ન જીવનમાંથી લોકોને કપલ ગોલ આપતા રહે છે.

    આ પણ વાંચોઅક્ષય કુમારની 'સૂર્યવંશી'માં પોલીસ ઓફિસર છે નિહારિકા રાયજાદા, જાણો કોણ છે આ અભિનેત્રી

    મિલિંદના અંગત જીવનની વાત કરીએ તો વર્ષ 2006માં તેણે ફિલ્મ 'વેલી ઓફ ફ્લાવર્સ'માં તેની ફ્રેન્ચ કો-સ્ટાર મેલેન જમ્પાનોઈ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2009માં બંનેએ છૂટાછેડા લીધા હતા. આ પછી મિલિંદે અભિનેત્રી સહાના ગોસ્વામીને ડેટ કરવાનું શરૂ કર્યું. સહાના મિલિંદ કરતા 21 વર્ષ નાની હતી. સહાના સાથે તેનો સંબંધ 4 વર્ષ સુધી ચાલ્યો
    Published by:kiran mehta
    First published: