Home /News /entertainment /મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

સાજિદ પર એક્ટ્રેસે લગાવ્યા આરોપ

રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ અને મોડલ શીલા પ્રિયા સેઠે સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. શીલા પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે 14 વર્ષ પહેલા વર્ષ 2008માં સાજિદ ખાને તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. શીલા પ્રિયાએ કહ્યું કે સાજિદ સતત તેના પ્રાઈવેટ પાર્ટને જોઈ રહ્યો હતો.

વધુ જુઓ ...
બિગ બોસ 16માં એન્ટ્રી કર્યા બાદથી ફિલ્મ મેકર સાજિદ ખાન ચર્ચામાં છે. સાજિદ ખાન પર અનેક મહિલાઓએ શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેવામાં મીટૂના આરોપી સાજિદ ખાનને શૉમાં જોઇને ઘણી એક્ટ્રેસીસે નારાજગી વ્યક્ત કરી અને ઘણી મહિલાઓએ તેને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા. હવે ફરી એકવાર સાજિદ ખાન પર એક એક્ટ્રેસ-મોડેલે ગંભીર આરોપ લગાવ્યા છે.

સાજિદ પર એક્ટ્રેસે લગાવ્યા આરોપ


રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ અને મોડેલ શીલા પ્રિયા સેઠે સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. શીલા પ્રિયાનો આરોપ છે કે 14 વર્ષ પહેલા વર્ષ 2008માં સાજિદ ખાને તેને ખોટી રીતે ટ્રીટ કરી હતી. રિપોર્ટ અનુસાર, શીલાએ કહ્યું- હું વર્ષ 2008માં પહેલીવાર સાજિદ ખાનને મળી હતી. મે તેને રિકવેસ્ટ કરી હતી કે તે મને તેના અપકમિંગ પ્રોજેક્ટમાં કાસ્ટ કરી લે, પરંતુ તેની હરકતોના કારણે મે ઇનકાર કરી દીધો.





આ પણ વાંચો : વધતી જઇ રહી છે ભૂમિ પેડનેકરની બોલ્ડનેસ, સ્ટાઇલિશ બ્લાઉઝમાં આપ્યા એકથી એક કાતિલ પોઝ

શીલાએ કહ્યું- તે 5 મિનિટ સુધી મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો. તેણે મને કહ્યું કે, તારે સર્જરી કરાવવી જોઇએ, કારણ કે બોલીવુડ માટે તારા બ્રેસ્ટની સાઇઝ પરફેક્ટ નથી. તેણે તેમ પણ કહ્યું કે, મારે મારા બ્રેસ્ટ મસાજ માટે કોઇ ઓઇલ યુઝ કરવુ જોઇએ અને તે બાદ હુ બોલીવુડમાં કામ કરવા માટે લાયક બનીશ.

રિપોર્ટસ અનુસાર, શીલા કન્નડ, મલયાલમ અને તમિલ ભાષામાં ફિલ્મો કરી ચુકી છે. જણાવી દઇએ કે શીલા પ્રિયા પહેલા શર્લિન ચોપરા, રાની ચેટર્જી, કનિષ્કા સોની સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવી ચુકી છે. શર્લિન ચોપરાએ તો સાજિદ ખાનને શૉમાંથી બહાર કાઢવા માટે પોલીસ સુધી પહોંચી ગઇ છે.



આ પણ વાંચો :  કેટરિના કૈફ કરતાં પણ Hot છે સલમાન ખાનની ભાણી અલિઝેહ, સોશિયલ મીડિયા પર છવાઇ તસવીરો

બેકફૂટ પર રમી રહ્યો છે સાજિદ ખાન


તેવામાં સાજિદ ખાનની વાત કરીએ તો બિગ બોસમાં તે ઘણી સેફ ગેમ રમી રહ્યો છે. સાજિદ ખાનને કેટલાંક લોકો પસંદ કરી રહ્યાં છે તો કેટલાંક લોકોને તેની ગેમ સમજમાં નથી આવી રહી.



સાજિદ હજુ સુધી શૉમાં ખુલીને સામે નથી આવ્યો. એક બે વાર તેને ગુસ્સો પણ આવ્યો પરંતુ થોડી વારમાં તેણે જઇને કન્ટેસ્ટન્ટ્સ સાથે દોસ્તી કરી લીધી. તેથી દર્શકોનું માનવું છે કે તે પોતાની ઇમેજ ક્લીન કરવા માટે શાંત રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે.
First published:

Tags: Bigg Boss, Harrasment, Me Too, Sajid-khan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો