Home /News /entertainment /Bidisha De Majmudar Death: વધુ એક 21 વર્ષીય એક્ટ્રેસની લાશ તેનાં ઘરેથી મળી

Bidisha De Majmudar Death: વધુ એક 21 વર્ષીય એક્ટ્રેસની લાશ તેનાં ઘરેથી મળી

બિદિશાનો મૃતદેહ તેનાં ઘરમાં પંખા પર લટકતો મળ્યો

Bidisha De Majumdar: માત્ર 21 વર્ષની યુવાન અભિનેત્રીનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને તેઓ હજી પણ ખાતરી કરી શક્યા નથી કે તે આત્મહત્યા છે કે હત્યા. હાલમાં પ્રારંભિક તપાસ ચાલી રહી છે

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બુધવારે બંગાળી લોકપ્રિય ટીવી અભિનેત્રી પલ્લવી ડેની (Pallavi Dey) કથિત આત્મહત્યા બાદ ઇન્ડસ્ટ્રીનાં લોકો હજુ પણ આઘાતમાં છે ત્યારે વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા છે. બીજી એક બંગાળી હસિના જે મોડલથી એક્ટ્રેસ બનેલી બિદિશા દે મજમુદાર (Bidisha De Majumdar) દમદમમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. 21 વર્ષની મહત્વાકાંક્ષી એક્ટ્રેસ તેના માતા-પિતા સાથે નાગરબજાર પાસે ભાડાના ઘરમાં રહેતી હતી.

બુધવારે સાંજે આ માત્ર 21 વર્ષની યુવાન અભિનેત્રીનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને તેઓ હજી પણ ખાતરી કરી શક્યા નથી કે તે આત્મહત્યા છે કે હત્યા. હાલમાં પ્રારંભિક તપાસ ચાલી રહી છે અને પોલીસ તેના નજીકના મિત્રો અને પરિવાર પાસેથી બિદિશા વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, તેઓને શંકા છે કે આ આત્મહત્યાનો કેસ છે પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.



બિદિશા જે મોડલિંગ વર્લ્ડનું જાણીતું નામ છે તેણે 2021માં અનિર્બેદ ચટ્ટોપાધ્યાય દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ 'ભાર- ધ ક્લાઉન'થી અભિનયની શરૂઆત કરી હતી. આ શોર્ટ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા દેબરાજ મુખર્જી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો જેમાં બિદિશાએ જોકરની મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો- Dilip Joshi B’day: દિલીપ જોશી ઉર્ફે 'જેઠાલાલ' ક્યારેક કમાતા હતાં રોજનાં 50 રૂપિયા, આજે છે કરોડપતિ

પલ્લવી ડેનાં મોતથી પરિવાર આઘાતમાં

ટીવી અભિનેત્રી પલ્લવી ડે 15 મેના રોજ કોલકાતાના ગરફા વિસ્તારમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી અને તેના રહસ્યમય મૃત્યુ કેસની પોલીસ તપાસ હજુ પણ ચાલુ છે. આટલા ઓછા સમયમાં થયેલા બે દુ:ખદ મૃત્યુએ ફરી એકવાર ડિપ્રેશનના ગંભીર મુદ્દા પર ધ્યાન દોર્યું છે.આ ઘટનાઓએ આપણા મનની બંધ બારીઓને ખોલવા માંગે છે. દેખીતી રીતે સ્વસ્થ લાગતાં આપણી આસપાસનાં લોકો ખરેખર શું કોઇ વાતે પિડાતા નથીને. માત્ર સેલિબ્રિટીઝ જ નહીં પણ ડિપ્રેશન જેવી બીમારી કોઇપણ સામાન્ય વ્યક્તિ સાથે બની શકે છે. સફળતા ઘણીવાર ક્રૂર દબાણ અને અપેક્ષાઓમાં વધારો કરે છે અને છેવટે, અસ્તિત્વ હણી લે છે.
First published:

Tags: Bangali Actress, Bidisha De Majmudar, Pallavi Dey, મોત