મોડલનો એક્ટર જેકી ભગનાની અને ફોટોગ્રાફર જૂલિયન સહિત 9 લોકો પર રેપ અને છેડતીનો આરોપ, FIR દાખલ

28 વર્ષિય મોડલે મુંબઇનાં બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ FIR દાખલ કરાવી

2014થી 2019 વચ્ચે તે ઘણી વખત આ લોકોને મળ્યાં. આ દરમિયાન કથિત રૂપથી ફિલ્મોમાં એક્ટિંગ અપાવવાની બહાને ઘણી વખત તેનો રેપ અને ઉત્પિડન કરવામાં આવ્યું હતું. તેની FIRમાં મોડલે ફોટોગ્રાફર કોલસ્ટન જૂલિયન પર રેપનો આરોપ લગાવ્યો છે. જ્યારે જેકી ભગનાની સહિત અન્ય સાત આરોપીઓ પર મહિલાએ છેડતીનો આરોપ લગાવ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મુંબઇમાં એક એક્સ મોડલ (Ex Model)એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી 9 પ્રખ્યાત હસ્તીઓ પર રેપ (Rape) અને ઉત્પીડન (Molestation)નો કેસ દાખલ કરાવ્યો છે. પ્રખ્યાત ફોટોગ્રાફર કોલસ્ટન જૂલિયન (Colston Julian) પર મોડલે રેપનો આરોપ લગાવ્યો છે. જ્યારે એક્ટર-પ્રોડ્યૂસર જેકી ભગનાની (Jackky Bhagnani) સહિત અન્ય આઠ લોકો વિરુદ્ધ મહિલાએ ઉત્પીડન અને છેડતીનો કેસ દાખલ કર્યો છે. જેકી ભગનાની ઉપરાંત અન્ય સાત લોકો છે. ફિલ્મ 'થલાઇવી'નાં નિર્માતા વિષ્ણુ વર્ધન ઇન્દુરી (Vishnu Vardhan Induri), ક્વાન એન્ટરટેઇનમેન્ટનાં કો- ફાઉન્ડર અર્નિબાન દાસ બ્હાલ (Anirban Das Blah), ટી સીરિઝનાં કૃષ્ણ કુમાર (Krishn Kumar) નિખિલ કમાત (Nikhil Kamat), શીલ ગુપ્તા (Sheel Gupta), ફિલ્મ પ્રોડ્યુસર અજીત ઠાકુર (Ajeet Thakur) અને ગુરજ્યોત સિંહ (Gurujyot Singh)

  જાણકારી મુજબ, 28 વર્ષિય મોડલે મુંબઇનાં બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. પોલીસે મહિલાની ફરિયાદનાં આધારે IPCની કલમ 376 અને 354 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. અને આ કેસની તપાસમાં લાગી છે. આપને જણાવી દઇએ કે, કલમ 376 કોઇ મહિલાથી વારંવાર રેપ ગુજારવા અને કલમ 356 મહિલા સાથે છેડતી કરવા સાથે જોડાયેલી છે.

  અન્ય રિપોર્ટમાં એક્સ મોડલે દાવો કર્યો છે કે, 2014થી 2019 વચ્ચે તે ઘણી વખત આ લોકોને મળ્યાં. આ દરમિયાન કથિત રૂપથી ફિલ્મોમાં એક્ટિંગ અપાવવાની બહાને ઘણી વખત તેનો રેપ અને ઉત્પિડન કરવામાં આવ્યું હતું. તેની FIRમાં મોડલે ફોટોગ્રાફર કોલસ્ટન જૂલિયન પર રેપનો આરોપ લગાવ્યો છે. જ્યારે જેકી ભગનાની સહિત અન્ય સાત આરોપીઓ પર મહિલાએ છેડતીનો આરોપ લગાવ્યો છે.

  આપને જણાવી દઇએ કે, આ મામલે કોઇ ધરપકડ હજુ સુધી થઇ નથી. ફિલ્મ પ્રોડ્યૂસર અજીત સિંહે આ આરોપો નકારી કાઢ્યાં છે. અજીત કુમારે તેનાં વકીલ દ્વારા નિવેદન જાહેર કર્યું છે કે, 'મારા પર જે આરોપો લાગ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટા છે અને મને બદનામ કરવા માટે છે. મારી છબીને નુક્શાન કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.'
  Published by:Margi Pandya
  First published: