Home /News /entertainment /New Bhojpuri Film Jai Dev: ભોજપુરી અભિનેત્રી MMS સ્કેન્ડલ બાદ ફરી આ કારણે ચર્ચામાં...

New Bhojpuri Film Jai Dev: ભોજપુરી અભિનેત્રી MMS સ્કેન્ડલ બાદ ફરી આ કારણે ચર્ચામાં...

MMS સ્કેન્ડલ મામલે ચર્ચામાં આવેલી ભોજપુરી અભિનેત્રીની નવી ફિલ્મ જય દેવ

New Bhojpuri Film Jai Dev: નવરાત્રીના અવસર પર રવિ યાદવ અને દેવ સિંહની ભોજપુરી ફિલ્મ 'જય દેવ'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં રવિની સાથે ત્રિશાકર મધુ લીડ રોલમાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે, અભિનેત્રી ત્રિશાકર MMS સ્કેન્ડલ મામલે ખુબ જ ચર્ચામાં આવી હતી.

વધુ જુઓ ...
    ઇન્ટરટેન્ટમેન્ટ ડેસ્ક: ભોજપુરી અભિનેત્રી ત્રિશાકર મધુ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણે રવિ યાદવ સાથે ભોજપુરી ફિલ્મ 'જય દેવ' સાઈન કરી છે, જેનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. કથિત MMS સ્કેન્ડલને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવેલી અભિનેત્રીએ થોડા સમય માટે ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન, તેના ફેન્સ પણ તેને સ્ક્રીન પર ખૂબ જ મિસ કરી રહ્યા હતા, પરંતુ નવરાત્રીની શરૂઆત સાથે જ ત્રિશાકર મધુએ સ્ક્રીન પર પરત ફરવાની જાહેરાત કરી છે.

    નવરાત્રીના શુભ અવસર પર મંગળવારે ભોજપુરી ફિલ્મ 'જય દેવ'નું મુહૂર્ત રાખવામાં આવ્યું હતું. મુહૂર્તની તસવીરો અભિનેત્રી ત્રિશાકર મધુએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં ચંબલ બોય રવિ યાદવ અને દેવ સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

    શું કહે છે નિર્માતાઓ?


    ફિલ્મના મુહૂર્ત સમયે નિર્માતાઓએ દાવો કર્યો હતો કે, આ ફિલ્મ સંપૂર્ણપણે કોમર્શિયલ અને અશ્લીલતાથી પરે છે. તેમનું કહેવું છે કે, આ એક અલગ ફિલ્મ છે, જે યુપી-બિહારના યુવાનોને ઘણી પસંદ આવશે. નિર્માતાઓનો દાવો છે કે, ફિલ્મની સ્ટોરી ખૂબ સરસ છે અને ગીતો પણ એક કરતા વધારે હશે. ફિલ્મ 'જય દેવ'ના નિર્માણ માટે મોટું બજેટ રાખવામાં આવ્યું છે, જેથી જ્યારે ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થાય ત્યારે દર્શકો ફિલ્મ સાથે જોડાઈ શકે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Bhojpuri actress, Bhojpuri Film, Film shooting

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन