Home /News /entertainment /Naatu Naatu: 'નાટૂ-નાટૂ'ને ઓસ્કાર વિનર બનાવવા પાછળ આ ધુરંધરનો છે હાથ, ભારતને વિશ્વભરમાં અપાવ્યું સન્માન

Naatu Naatu: 'નાટૂ-નાટૂ'ને ઓસ્કાર વિનર બનાવવા પાછળ આ ધુરંધરનો છે હાથ, ભારતને વિશ્વભરમાં અપાવ્યું સન્માન

બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ RRRના ગીત નાટૂ નાટૂએ જીતીને ઈતિહાસ રચી દીધો

Natu Natu Song:'નાટૂ-નાટૂ' એ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે ઓસ્કાર 2023નો એવોર્ડ પોતાના નામે કર્યો છે. આવો જાણીએ આ સફળતા પાછળ કોનો હાથ છે.

Oscars 2023: ભારત માટે આ સમયે ગર્વની ક્ષણ છે. સાઉથ ઇન્ડિયાના સોન્ગ નાટૂ-નાટૂએ 'બેસ્ટ ઓરિજિનલ સોન્ગ'ની કેટેગરીમાં હોલીવુડના સૌથી મોટા સન્માન 'ઓસ્કાર 2023' (Oscars 2023)એવોર્ડ જીત્યો છે. નાટૂ-નાટૂએ 95મા એકેડેમી અવોર્ડને જીતીને ટેલ ઈટ લાઈક અ વુમન, ટોપ ગન: મેવેરિકના હોલ્ડ માય હેન્ડ ,બ્લેક પેન્થર: વાકાન્ડા ફોરેવરના લિફ્ટ માય અપ અને એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સના ધીસ ઈઝ એ લાઈફ સોન્ગને પાછળ છોડી દીધા છે.

નાટૂ-નાટૂની આ સફળતા પાછળ એમએમ કીરાવનીનો હાથ છે. ચાલો જાણીએ કોણ છે એમએમ કીરાવની, જેણે પોતાના ટેલેન્ટના દમ પર ભારત માટે એકેડમી એવોર્ડ જીત્યો છે.

આ પણ વાંચો:  Oscars 2023:'નાટુ નાટુ'ને અવોર્ડ મળતાં જ દીપિકાની આંખમાંથી આંસુ છલકાઇ આવ્યાં, વીડિયો વાયરલ

એમએમ કીરાવનીનો પરિવાર


એમએમ કીરાવની આંધ્ર પ્રદેશના કોવ્વુરના છે. સાથે જ એક સંગીત પ્રતિભાશાળી વંશ સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા ગીતકાર અને પટકથા લેખક છે. જ્યારે તેના ભાઈ ગાયક અને મ્યુઝિક ડાયરેક્ટર છે. બહુ ઓછા લોકો જાણે છે કે એમએમ કીરાવની સાઉથના સ્ટાર ડાયરેક્ટર એસએસ રાજામૌલીના પિતરાઈ ભાઈ છે.

એમએમ કીરાવનીની શરૂઆત


એમએમ કીરાવનીએ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસિસ્ટન્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકે તેમના મ્યુઝિક કરિયરની શરૂઆત કરી હતી. તેમણે દિગ્ગજ ગીતકાર વેટુરીના માર્ગદર્શન અને નિર્દેશનમાં કામ કર્યું. મૌલીની 1990 ની ફિલ્મ 'મનાસુ મમતા' તેમનો પહેલો મોટો બ્રેક હતો જેણે તેમના માટે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉત્કૃષ્ટ બનવાનો માર્ગ મોકળો કર્યો હતો.

આ પણ વાંચો:  પરણેલી હિરોઇન પર લટ્ટુ હતો સલમાન ખાન, ગર્લફ્રેન્ડની બહેનપણી હોવા છતાં હાથ ધોઇને પાછળ પડી ગયો અને...


ઇન્ટરનેશનલ અવોર્ડ


એમએમ કીરાવની ઓસ્કાર જેવા પ્રસિદ્ધ સન્માન પહેલા પણ ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી ચુક્યા છે. કીરાવનીએ 'બાહુબલી 2' માટે સેટર્ન એવોર્ડ નોમિનેશન નોંધાવ્યું છે. જણાવી દઈએ કે નાટૂ-નાટૂ સોન્ગ પહેલાથી જ બેસ્ટ સોન્ગની કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ્સ અને ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સ સહિત ઘણા ઇન્ટરનેશનલ અવોર્ડ જીતી ચૂક્યું છે.
First published:

Tags: Oscar 2023, Oscar Award, RRR Dosti Song, RRR Movie

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો