'અનુપમા' (Anupamaa)નાં સેટની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં ઘરવાળાથી મળવા માટે મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) પહોંચે છે. હાલમાં જ શોની સ્ટાર કાસ્ટને સેટ પર મોટી સરપ્રાઇઝ મળી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં નંબર વન શો 'અનુપમા' (Anupamaa) ઘણાં સમયથી TRPમાં નંબર વન છે. શોની કહાની સૌને ખુબજ પસંદ આવી રહી છે. જેને કારણે તે ઘર ઘરમાં જોવાઇ રહી છે. હાલમાં શો 'અનુપમા' (Anupamaa)નાં સેટની કેટલીંક તસવીરો વાયરલ થઇ છે. જેમાં મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) પહોંચ્યા હતાં.
હાલમાં શોની સ્ટાર કાસ્ટને સેટ પર મોટી સરપ્રાઇઝ મળી. મદાલસા શર્માનાં સસરા અને દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty On Anupamaa Set) રૂપાલી ગાંગુલી- સુધાંશુ પાંડે અભિનિત શો અનુપમાનાં સેટ પર અચાનક પહોંચે છે. તેને જોઇ ચોકી ગયા અને ખુશી જાહેર કરતાં નજર આવે.
અનુપમાનાં પ્રોડક્શન હાઉસનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોની ટીમની સાથે મિથુન ચક્રવર્તીની એક તસવીર શેર કરી છે. તસવીરમાં મિથુન ચક્રવર્તી ટીવી શો અનુપમાની આખી ટીમ સાથે નજર આવે છે. આ શેર કરતાં તેમણે લખ્યું છે કે, '#anupamaa સેટ પર અચાનક આવ્યા મિથુન ચક્રવર્તીનો ખુબ ખુબ આભાર!'
હાલમાં જ અનુપમાનાં સેટ પર રુપાલી ગાંગુલી (Rupali Ganguli) અને સુધાંશુ પાંડેની વચ્ચે અણબનાવની અફવા આવી હતી. કહેવાય છે કે, કલાકાર બે ગ્રુપમાં વહેચાંઇ ગયા છે. એકમાં રુપાલી ગાંગુલી, અલ્પના બુચ, આશીષ મેહરોત્રા અને મુસ્કાન બામને છે. બીજા ગ્રુપમાં સુધાંશુ પાંડે, અધા ભોંસલે, મદાલસ શર્મા અને પારસ કલનાવત છે. જોકે સુધાંશુ પાંડેએ આ તમામ ખબરોનું ખંડન કર્યું છે. અને આ અફવાઓ પાયા વિહોણી છે તેમ જણાવ્યું છે, આખી કાસ્ટમાં કોલ્ડ વોર અને ગ્રુપીઝમની ખબરો તદ્દન ખોટી હોવાની વાત સુધાંશુએ જણાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર