ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને તેમના બાળકો 'પાપા' કહીને બોલાવતાં નથી. મિથુનના ત્રણ પુત્ર અને એક પુત્રી છે, પરંતુ તેઓ મિથુનને 'પાપા' નથી કહેતાં. હાલમાં જ સુપર ડાન્સના સેટ પર પહોંચેલા મિથુનને બાળકો સાથેના બોન્ડિંગ વિશે પૂછવામાં આવતાં આ વાત જાણવા મળી હતી. તેની પાછળનું કારણ જાણી સમજાશે કે કેવી રીતે મોટા પુત્રને બધાએ ફોલો કર્યા અને આવી રીતે કોઇને પણ મિથુનને 'પાપા' કહેવાની ટેવ ન પડી.
મિથુને જણાવ્યું કે, મારા મોટા પુત્ર મિમોહે બોલવામાં ઘણો સમય લીધો. તે ચાર વર્ષનો થઇ ગયો હતો પરંતુ સામાન્ય એક-એક શબ્દ જ બોલતો હતો. પછી એક દિવસ અચાનક તે મિથુન બોલ્યો. અમે ડોક્ટર પાસે ગયા તો તેમણે કહ્યું કે, બાળકને સપોર્ટ કરો જેથી તે આવા એક-એક શબ્દ પકડીને બોલવાનો પ્રયાસ કરે. તે પછી મિમોહ મને મિથુન બોલાવવા લાગ્યો. મિમોહ બાદ જ્યારે બીજું બાળક આવ્યું તો તે મોટા ભાઇને નામ લેતો જોઇ તેને પણ નામ લેવાની ટેવ લાગી. તેને લાગતું હતું કે આ જ સાચું છે. આ કારણે સૌથી નાની પુત્રીને પણ નામ લેવાની ટેવ લાગી. તેણે વિચાર્યું જ્યારે ત્રણેય નામ લઇ રહ્યાં છે તો હું પાપા કેમ કહું? મિથુનની આ કહાણી સાંભળીને બધા હસી પડ્યાં.
હસી-મજાક અને જૂના કિસ્સાઓ સાથે મિથુનની ઇમોશનલ સાઇડ પણ સામે આવી. સુપર ડાન્સના બધા કન્ટેસ્ટેન્ટ્સે મિથુન માટે એક ખાસ પર્ફોર્મન્સ તૈયાર કર્યું હતું. જે જોતાં મિથુન ઇમોશનલ થઇ ગયા. તેમણે મંચ પર 'પ્યાર કભી કમ નહીં કરના' ગીતની બે લાઇન ગાઇ હતી. તેમને જોઇને શોની જજ ગીતા પણ ભાવુક થઇ ગઇ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર