મિથુન ચક્રવર્તીની વહૂએ સૈફ-કરીનાનાં સોન્ગ પર કર્યો ડાન્સ, જુઓ VIDEO

કાવ્યાએ કર્યો સુંદર ડાન્સ

અનુપમા શોની 'કાવ્યા' છે મિથુન ચક્રવર્તીની વહુ, તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની વહૂ મદાલસા શર્મા (Madalsa Sharma) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તેની તસવીરો અને વીડિયો ફેન્સ ખુબજ પસંદ કરે છે. મદાલસા શર્મા ટીવી શો 'અનુપમા'માં કાવ્યાનાં કિરદારમાં જોવા મળે છે. વીડિયોમાં મદાલસા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ 'કુરબાન'નાં સોન્ગ 'શુક્રન અલ્લાહ' (Shukhran Allah) પર ડાન્સ કરતી નજર આવે છે.
  મદાલસા શર્માએ મિથુન ચક્રવર્તીનાં દીકરા મિમોહ ચક્રવર્તી સાથે લગ્ન કર્યા છે. મદાલસા ઘણી પ્રખ્યાત એક્ટ્રેસ છે. તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્‌ટ્રેસ છે. મદાલસા શર્મા પોપ્યુલર ટીવી શો 'અનુપમા'માં કાવ્યા ઝવેરીનું પાત્ર અદા કરી રહી છે. 13 જુલાઇથી ઓનએર આ શોમાં મદાલસાનો રોલ બધા પસંદ કરી રહ્યાં છે.
  મદાલસા શર્મા પ્રખ્યાત એક્ટ્રેસ શીલા શર્મા અને નિર્માતા નિર્દેશક સુભાષ શર્માની દીકરી છે. શીલાએ 90નાં દાયકામાં મહાભારતમાં દેવકીનો રોલ અદા કર્યો હતો. મદાલસા અને મિમોહ ચક્રવર્તીએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતાં. મદાલસાએ 2009માં તેલુગુ ફિલ્મ 'ફિટિંગ'થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. તેણે કન્નડ ફિલ્મ 'શોર્ય'માં પણ કામ કર્યુ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે.
  Published by:Margi Pandya
  First published: