MITHUN CHAKRABORTY છે કરોડોની સંપત્તિનાં માલિક, ગરીબોની મદદ કરવામાં નથી અચકાતા

મિથુન દા કરે છે ગરીબોની મદદ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિથુન દા અંદાજે રૂ. 292 કરોડના માલિક છે. મિથુન ચક્રવર્તીએ એક્ટીંગથી કમાણી કરી અને હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ શરૂ કર્યું તથા ફિલ્મોની સાથે સાથે બિઝનેસમાં પણ સફળ રહ્યા. મિથુન ચક્રવર્તીનું મુંબઈની સાથે ઊંટીમાં પણ ઘર છે.

  • Share this:
    બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીએ 80ના દાયકામાં ‘ડિસ્કો ડાન્સર’ (Disco Dancer) અને ‘ડાન્સ-ડાન્સ’ (Dance-Dance) જેવી ફિલ્મો કરીને લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. ગણપતિ વોહરાના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘મર્દ’માં કામ કરીને તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર છવાઈ ગયા હતા. મિથુન ચક્રવર્તીએ કોઈપણ ગોડ ફાધર વગર બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે પણ લોકો મિથુન ચક્રવર્તીના ફેન છે. મિથુને એક્ટીંગ સિવાય અલગ ક્ષેત્રમાં પણ કામ કર્યું છે અને કમાણી કરી છે. હાલમાં મિથુન દા રાજનીતિ ક્ષેત્રે એક્ટિવ છે.

    આ પણ વાંચો- 'Taarak Mehta..' નાં NATTU KAKAએ જણાવી અતિંમ ઇચ્છા, આવી રીતે થવું છે દુનિયાથી વિદા

    મિથુન ચક્રવર્તી તાજેતરમાં બંગાળ ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા હતા. આ સમય દરમિયાન મિથુનની કુલ સંપત્તિની જાણકારી મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિથુન દા અંદાજે રૂ. 292 કરોડના માલિક છે. મિથુન ચક્રવર્તીએ એક્ટીંગથી કમાણી કરી અને હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ શરૂ કર્યું તથા ફિલ્મોની સાથે સાથે બિઝનેસમાં પણ સફળ રહ્યા. મિથુન ચક્રવર્તીનું મુંબઈની સાથે ઊંટીમાં પણ ઘર છે. મિથુન ચક્રવર્તી ગાડીઓના શોખીન છે. તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ, ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોર્ચ્યુનર જેવી અનેક ગાડીઓ છે. તેઓ ઊંટી, મૈસૂર જેવા પર્યટક સ્થળમાં લગ્ઝરી હોટેલના માલિક છે. તેઓ આ હોટેલથી મોટી સંખ્યામાં કમાણી કરે છે. તેમણે ફિલ્મમાં અભિનયની સાથે સાથે અનેક ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી છે.

    આ પણ વાંચો- ANUPAMAAનાં સેટ પર વહુરાણી મદાલસાને મળવાં પહોચ્યા મિથુન ચક્રવર્તી, જુઓ PHOTOS

    71 વર્ષીય મિથુન ચક્રવર્તીએ ખૂબ જ મહેનતથી કમાણી કરી છે. તેમણે તેમની એક્ટિંગ અને ડાન્સની મદદથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી છે. તેઓ ગરીબોની મદદ કરવા માટે પણ જાણીતા છે. મિથુનનો રંગ શ્યામ હોવાથી તેઓ માનતા હતા કે તે હીરો બનવાને લાયક નથી. તેથી તેઓ વિલન બનવા ઈચ્છતા હતા.

    વર્ષ 1976માં આવેલ ફિલ્મ ‘મૃગયા’થી મિથુને બોલીવુડમાં ડેબ્યુ કર્યું. તેમની આ પહેલી ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેમણે હિંદી, ઓડિયા, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબી જેવી અલગ અલગ ભાષાઓમાં 350થી વધુ ફિલ્મો કરી છે. મિથુન ચક્રવર્તીઓ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા. હાલમાં તેઓ તેમના પરિવારની સાથે સાથે રાજનીતિમાં પણ સમય આપી રહ્યા છે.
    First published: