મિશન મંગલનું બીજુ ટ્રેલર થયું રિલીઝ, જુઓ અશક્યતા કેવી રીતે શક્યતામાં બદલાઇ

અક્ષય, તાપસી, વિદ્યા, સોનાક્ષી કરશે દેશનું નામ રોશન

પોસ્ટર પછી હવે અક્ષય કુમાર વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, નિત્ય મેનન, કીર્તિ કુલ્હારી, શર્મન જોશી અને તાપસી પન્નુ સ્ટાર ફિલ્મ મિશન મંગલનું નવું ટ્રેલર રિલીઝ થયું છે.

 • Share this:
  મલ્ટિ સ્ટારકાસ્ટ ફિલ્મ મિશન મંગલનું ટ્રેલર થોડા અઠવાડિયા પહેલા રિલીઝ થયું હતું જે ખૂબ વાયરલ થયું હતું અને લાખો લોકોએ તે ટ્રેલર જોયું. ટ્રેલર ખૂબ જ શક્તિશાળી હતું જેનાથી ચાહકો આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત થયા. એક તરફ લોકો આતુરતાથી ફિલ્મના રિલીઝની રાહ જોઇ રહ્યા છે, તો બીજી તરફ નિર્માતાઓએ લોકોની ઉત્સુકતા વધારીને ફિલ્મનું બીજું ટ્રેલર રજૂ કર્યુ છે.

  મિશન મંગલના મેકર્સે થોડા સમય પહેલા ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યુ. પોસ્ટરમાં દરેકે કેરેક્ટરની પર્સનલ જિંદગી અને પ્રોફેશનલ જિંદગીની ઝલક બતાવવામાં આવી. પોસ્ટર બાદ હવે પોસ્ટર પછી હવે અક્ષય કુમાર વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, નિત્ય મેનન, કીર્તિ કુલ્હારી, શર્મન જોશી અને તાપસી પન્નુ સ્ટાર ફિલ્મ મિશન મંગલનું નવું ટ્રેલર રિલીઝ થયું છે.

  ટ્રેલપમાં બતાવવામાં આવ્યું છે કે અક્ષય કુમાર મંગળ પર જવાની આશાને સંપૂર્ણપણે છોડી દે છે જ્યારે તેનો પહેલો પ્રયાસ નિષ્ફળ જાય છે. જો કે વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, નિત્ય મેનન, કીર્તિ કુલ્હારી અને તાપસી પન્નુ જ્યારે તેમાં જોડાય છે. ત્યારે આ મિશન સફળ થાય છે. તે ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે દરેક પાત્ર કેવી રીતે તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સંઘર્ષ કરે છે.


  મિશન મંગલ સાઇન્ટિસ્ટ રાકેશ ધવનની સાચી કહાની છે કે જે અક્ષય કુમારે નિભાવી છે. આ ફિલ્મ 5 નવેમ્બર, 2013 ના રોજ ઇસરો દ્વારા શરૂ કરાયેલ મંગળયાન પર આધારિત છે. રશિયા, અમેરિકા અને યુરોપિયન યુનિયન પછી ભારત ચોથો દેશ છે જે અત્યાર સુધી મંગળ પર પહોંચ્યો છે. આ પણ વાંચો: 'Mission Mangal'માં છે ધમાકેદાર ડાયલોઝ, ધૂમ મચાવી રહ્યું છે ટ્રેલર
  Published by:Bhoomi Koyani
  First published: