કહાની, પટકથા અને સંવાદનું સ્તર બિલકુલ પણ યોગ્ય નથી, ઉપરાંત ફિલ્મનું નિર્દેશન પણ જાસૂસી ફિલ્મની જેમ કરવામાં આવ્યું નથી. નિર્દેશક શાંતનુ બાગચીએ પાકિસ્તાનમાં થયેલ કહાની વિકસિત કરવા માટે લોકેશન અને પાત્રની પસંદગી કરવામાં ભૂલ કરી છે.
ચાલુ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ ગણવામાં આવતી ફિલ્મ ‘પઠાણ’નું એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. આ રો એજન્ટ પહેલા જ અન્ય રો એજન્ટની રસપ્રદ સ્ટોરી ‘મિશન મજનૂ’ નેટફ્લિક્સ પર પહોંચી ગઈ છે. આ ફિલ્મ રોની સ્ક્રૂવાલાએ અમર બુટાલા અને ગરિમા મહેતા સાથે મળીને બનાવી છે. રોનીની જ કંપનીની અન્ય એક ફિલ્મ ‘છતરીવાલી’ Zee5 પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. પહેલી વાર એવો સંયોગ સર્જાયો છે કે, જ્યારે એક જ નિર્માતાની બે ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ ‘મિશન મજનૂ’ અને ‘છતરીવાલી’ કરતા તદ્દન અલગ છે.
દિગ્ગજ નિર્માતા કરણ જોહર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને સિનેમા જગતમાં લાવ્યા છે. કરણ જોહરની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે ફિલ્મ અંગેની ચર્ચાઓ થવા લાગે છે. કરણ જોહર એવી કોશિશ કરી રહ્યા છે, હિન્દી સિનેમામાં અભિનેતા તરીકે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી શકે. પરંતુ ફિલ્મોમાં કામ કરતા અભિનેતા OTT પર પોતાની કંઈ ખાસ ઓળખ ઊભી કરી શકતા નથી.
બે પ્રધાનમંત્રીઓની વિચારસરણીની સ્ટોરી
ફિલ્મ ‘મિશન મજનૂ’ ઈન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા તે સમયની કહાની છે. તેમણે પાકિસ્તાનને બે અલગ ભાગમાં વહેંચી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાનમાં પ્રધાનમંત્રીને પદ પરથી હટાવીને સેનાના હેડ જનરલ જિયા ઉલ હકે સત્તા હાથમાં લીધી હતી. તો બીજી તરફ ઈન્દિરા ગાંધી ભારતમાં ચૂંટણી હારી ગયા હતા અને નવી પાર્ટીની સરકાર બની હતી. મોરારજી દેસાઈએ ભારતના પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તે સમયે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ) પાકિસ્તાનમાં મિશન ચલાવી રહ્યું હતું અને મોરારજી દેસાઈએ આ મિશન બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તે સમયે પર્સનલ જાણકારીની ઉણપને દૂર કરવા માટે રૉની સ્થાપના કરવામાં આવી હતી. રૉના સૌથી પહેલા નિદેશક એન. કાવ બન્યા હતા. આ ફિલ્મ કાવની વિચારસરણીથી જ શરૂ થાય છે. પરમીત સેઠીએ આ ફિલ્મમાં કાવનું પાત્ર ભજવ્યું છે. કાવે એક એવા યુવા રૉ એજન્ટને તાલીમ આપી, જેના પિતા પર દેશદ્રોહીનો આરોપ મુકવામાં આવ્યો હતો.
કહાની રોચક, પરંતુ ફિલ્મ નબળી
આ કહાની ખૂબ જ રોચક છે. રૉ એજન્ટ તારિક ઉર્ફે અમનદીપને પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યો છે, જે આસપાસ થતી સૂચનાઓની જાણકારી ભારત સરકાર સુધી મોકલી શકે છે. આ રૉ એજન્ટે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ વિશે જાણકારી મેળવી એ પહેલા, તે પાકિસ્તાનમાં શું કરી રહ્યો હતો, તેના વિશે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું નથી. મિશન પર કામ કરતા પહેલા તારિક દરજીનું કામ કરતો જોવા મળે છે.
પાકિસ્તાન ફોજનો યુનિફોર્મ સીવવાના બહાને તેમની વચ્ચે પોતાનો રસ્તો બનાવવાની કોશિશ કરે છે. ફિલ્મ મુખ્ય મુદ્દા પર આવવા માટે ખૂબ જ મોડું કરે છે. ઉપરાંત પરવેજ શેખ, અસીમ અરોરા અને સુમિત બથેજાની ટીમ કહાનીના પાત્રને યોગ્ય રીતે વિકસિત કરવામાં ખૂબ જ નબળી પડે છે. નસરીન સાથે તારિકની પહેલી મુલાકાત ખૂબ જ ફિલ્મી દર્શાવવામાં આવે છે. આ બંનેની પ્રેમ કહાની, તેમના લગ્ન અને નસરીન માતૃત્ત્વ ધારણ કરે છે, તેના કારણે ફિલ્મના મુખ્ય ઉદ્દેશ સુધી પહોંચવામાં ખૂબ જ વાર લાગે છે. તારિક ખૂબ જ સ્પષ્ટ રીતે હિંદુસ્તાની બોલે છે, ક્યારેક ક્યારેક પંજાબી પણ બોલે છે. જે બોલીને તે સાબિત કરે છે, કે તે મૂળ એક પંજાબી વ્યક્તિ છે.
ધર્મેન્દ્ર અને હેમા માલિની પાસેથી કોઈ મદદ ના મળી
આ કહાનીમાં કેટલાક એવા પાત્ર પણ છે કે, જેમના પર મિશનને તેના ઉદ્દેશ્ય સુધી પહોંચાડવા માટે તારીકની મદદ કરવા માટેની જવાબદારી છે. આ ફિલ્મમાં રૉ એજન્ટ કરતા નાટકના કલાકાર વધુ જોવા મળે છે. કહાનીના કાલખંડને સ્થાપિત કરવા માટે ધર્મેન્દ્ર અને હેમા માલિની ફિલ્મ ‘શોલે’ના સંવાદનો એક ભાગ પણ બને છે. એવું કહી શકાય કે, આ ફિલ્મ જાસૂસીની કહાની પણ ના બની શકી અને એક રૉ એજન્ટના પ્રેમની કહાની પણ ના બની શકી.
કહાની, પટકથા અને સંવાદનું સ્તર બિલકુલ પણ યોગ્ય નથી, ઉપરાંત ફિલ્મનું નિર્દેશન પણ જાસૂસી ફિલ્મની જેમ કરવામાં આવ્યું નથી. નિર્દેશક શાંતનુ બાગચીએ પાકિસ્તાનમાં થયેલ કહાની વિકસિત કરવા માટે લોકેશન અને પાત્રની પસંદગી કરવામાં ભૂલ કરી છે. લખનઉની આસપાસના રસ્તા અને અંગ્રેજોના શાસનકાળમાં બનેલ પુલ દર્શાવીને તે પ્રકારનો માહોલ ઊભો કરવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ કંઈ ખાસ વાત બની શકી નથી.
OTT સ્ટારનો સિમ્બોલ લાગી ગયો
સિદ્ધાર્થ મલ્હોત્રાની વાત કરવામાં આવે તો તેમણે મોટા પડદા પર એક અભિનેતા તરીકેની ઓળખ ગુમાવી દીધી છે. તેમણે પોતાનું કરિઅર આગળ વધારવા માટે ફિલ્મ ‘શેરશાંહ’ બનાવી પરંતુ ફિલ્મ ‘થેન્ક ગોડ’ અને ‘મિશન મજનૂ’ના કારણે તેમણે પોતાની ઓળખ બિલ્કુલ ગુમાવી દીધી છે. તેઓ OTT પર કામ કરી રહ્યા છે. જો OTTની વાત કરવામાં આવે તો ફિલ્મો કરતા OTTમાં વધુ કોમ્પેટીશન જોવા મળી રહી છે.
જો આ પ્લેટફોર્મ પર સહેજ પણ ફિલ્મ કચાશ મળશે, તો દર્શક અન્ય ફિલ્મ અથવા વેબ સીરિઝ જોવાનું શરૂ કરી દેશે. સિદ્ધાર્થ મલ્હોત્રાને વાસ્તવિક જીવનમાં કોઈ યુવતી સાથે પ્રેમ થયો છે કે, નહીં તેની જાણકારી નથી. જ્યારે પણ કેમેરાની સામે પ્રેમ વ્યક્ત કરવાની તક મળે છે, ત્યારે તેઓ યોગ્ય પ્રકારે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી. એક્શન સીન માટે પણ તેમણે તાલીમ લીધી હશે, તેવું લાગી રહ્યું નથી.
કુમુદ મિશ્રાનો શાનદાર અભિનય
ફિલ્મના અન્ય કલાકારોમાં રશ્મિકા મંદાનાએ દ્રષ્ટીહીન યુવતીનું પાત્ર ભજવ્યું છે. તેણે પણ સિદ્ધાર્થ મલ્હોત્રા જેવી જ ભૂલ કરી છે. તેઓ સુંદર છે, પરંતુ અભિનય કરવામાં થોડા પાછળ છે. શિશિર શર્મા, શારિબ હાશમી અને પરમીત સેઠી મામલાને જમાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ ફિલ્મની કહાની અને પટકથા ખૂબ જ નબળી રીતે લખવામાં આવી છે. આ કારણોસર તેમણે ભજવેલ પાત્ર પણ ફિલ્મને ઉપર લાવવા માટે કોઈ મદદ કરી શકતા નથી.
કુમુદ મિશ્રાનું પાત્ર ખૂબ જ સુંદર રીતે લખવામાં આવ્યું છે. તેમની મહેનતના કારણે તેમણે ભજવેલ પાત્ર આ ફિલ્મનું સૌથી સુંદર પાત્ર બની ગયું છે. જિયા ઉલ હકનું પાત્ર ભજવનાર કલાકારનું પાત્ર પ્રશંસાને લાયક છે. ફિલ્મના ગીતમાં કોઈ પણ એવી ખાસ વાત નથી, જેના કારણે દર્શકો ફિલ્મ સાથે ખુદને જોડી શકે. મનોજ મુંતશિરે ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં’ જેવું ગીત લખવાની કોશિશ કરી છે, પરંતુ આ ગીતમાં મ્યુઝીક ખાસ ના હોવાને કારણે આ ફિલ્મનું ગીત દેશપ્રેમની ભાવના જગાડવામાં કંઈ ખાસ કામ કરી શક્યું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર