Home /News /entertainment /Mission majanu release date : સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની મિશન મજનુની નવી રિલીઝ ડેટ જાહેર, જાસૂૂસી થ્રિલર ફિલ્મ જોવા તૈયાર રહો
Mission majanu release date : સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની મિશન મજનુની નવી રિલીઝ ડેટ જાહેર, જાસૂૂસી થ્રિલર ફિલ્મ જોવા તૈયાર રહો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની મિશન મજનુની નવી રિલીઝ ડેટ જાહેર
Mission majanu release date out : મિશન મજનુનું દિગ્દર્શન શાંતનુ બાગચીએ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ મિશન મજનુ (Mission majanu release date) 1970ના દાયકામાં સેટ થયેલી જાસૂસી થ્રિલર ફિલ્મ છે અને તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ RAW એજન્ટની ભૂમિકા ભજવી છે.
Mission majanu release date out : શેરશાહના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ મિશન મજનુ (Mission majanu release date) માટે નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. પુષ્પા ફેમ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) મિશન મજનુથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ બંને કલાકારો પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. ત્યારે ફિલ્મના નિર્માતાઓએ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 10મી જૂન, 2022ના રોજ રિલીઝ થશે.
આ ફિલ્મના નિર્માતા RSVP અને ગિલ્ટી બાય એસોસિએશન દ્વારા નવું પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોરદાર લુકમાં છે. પોસ્ટરમાં તેના હાથમાં બંદૂક પકડેલી જોઇ શકાય છે.
ફિલ્મની નવી રિલીઝ ડેટની જાણકારી પ્રોડક્શન કંપની દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. તેણે ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, "લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં RAWના સૌથી ખતરનાક મિશનનો માટે તૈયાર થઈ જાઓ. મિશન મજનુ 10 જૂન, 2022ના રોજ રિલીઝ થશે.
મિશન મજનુનું દિગ્દર્શન શાંતનુ બાગચીએ કર્યું છે. તે 1970ના દાયકામાં સેટ થયેલી જાસૂસી થ્રિલર ફિલ્મ છે અને તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ RAW એજન્ટની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં સિદ્ધાર્થ પાકિસ્તાની ધરતી પર સિક્રેટ કામગીરી કરતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મની અનેક ચાહકો રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે ફિલ્મ રિલીઝ માટે નવી તારીખ પણ જાહેર થઈ ચૂકી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ જાહેરાત કરી હતી કે મિશન મજનુ OTT પર નહીં, પરંતુ થિયેટરોમાં રિલીઝ થશે. તેણે કહ્યું હતું કે, મિશન મજનુનો શૂટિંગનો અનુભવ ખૂબ જ ખાસ રહ્યો છે અને હું રોની સ્ક્રુવાલા સાથેના આ કોલોબ્રેશન ખૂબ જ ઉત્સાહિત છું. અમે સ્ટોરી સાથે પ્રેક્ષકોને મનોરંજન મળે તે માટે અને ફિલ્મના દરેક પાસાને યોગ્ય રાખવા ખૂબ જ મહેનત કરી છે. હવે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે, ત્યારે પ્રેક્ષકો મોટા પડદા પર સલામત રીતે આ ફિલ્મનો આનંદ માણી શકે તે માટે અમે થિયેટરો ખુલવાની રાહ જોઈ રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, મિશન મજનુનું નિર્માણ રોની સ્ક્રૂવાલા (RSVP) અમર બુટાલા અને ગરિમા મહેતા (ગિલ્ટી બાય એસોસિએશન મીડિયા) દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પરવીઝ શેખ, અસીમ અરોરા અને સુમિત બથેજાએ લખી છે. મિશન મજનુમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના ઉપરાંત શારીબ હાશ્મી અને કુમુદ મિશ્રા પણ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર