દક્ષિણ આફ્રિકાની Zozibini Tunziએ જીત્યો મિસ યૂનિવર્સ 2019નો ખિતાબ, જુઓ Photos

News18 Gujarati
Updated: December 9, 2019, 11:11 AM IST
દક્ષિણ આફ્રિકાની Zozibini Tunziએ જીત્યો મિસ યૂનિવર્સ 2019નો ખિતાબ, જુઓ Photos
જાજિબિની તુંજીએ જ્યારે વિશ્વ સુંદરીનો તાજ પહેર્યો તો ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ.

દક્ષિણ આફ્રિકાની જોજિબિની તુંજીએ વિશ્વની 90 સુંદરીઓને પછાડી, ભારતની વર્તિકા સિંહ ટૉપ 10માંથી પણ ફેંકાઈ

  • Share this:
મુંબઈ : આ વર્ષ એટલે કે 2019ની મિસ યૂનિવર્સનો ટાઇટલ દક્ષિણ આફ્રિકાની સુંદરીએ જીતી લીધું છે. 68મા મિસ યૂનિવર્સ સમારોહ અમેરિકાના એટલાન્ટમાં રવિવારે આયોજિત કરવામાં આવ્યો હતો. આ ગ્રાન્ડ સમારોહમાં દુનિયાભરની 90 સુંદરીઓની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. બીજી તરફ આ બધાને પાછળ મૂકી દક્ષિણ આફ્રિકાની જોજિબિની તુંજી (Miss Universe 2019 Winner Zozibini Tunzi South Africa)એ ટાઇટલ જીતી લીધું છે. જાજિબિની તુંજીએ જ્યારે વિશ્વ સુંદરીનો તાજ પહેર્યો તો ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ.

જાજિબિની તુંજીએ આ દરમિયાન ગોલ્ડન રંગનો ખૂબસુરત ડ્રેસ પહેર્યો હતો. બીજી તરફ જ્યારે મિસ યૂનિવર્સના નામની જાહેરાત થઈ તો જાજિબિની રડી પડી. ત્યારબાદ તેને મિસ યૂનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો.મળતી માહિતી મુજબ જોજિબિની તુંજીએ નિર્ણાયકોના તમામ સવાલોના શાનદાર રીતે જવાબ આપ્યા. જોજિબિનીથી નિર્ણાયકો ઘણા ઇમ્પ્રેસ જોવા મળ્યા હતા.

બધાને પાછળ મૂકી દક્ષિણ આફ્રિકાની જોજિબિની તુંજી (Miss Universe 2019 Winner Zozibini Tunzi South Africa)એ ટાઇટલ જીતી લીધું છે.


જાજિબિની તુંજીએ આ દરમિયાન ગોલ્ડન રંગનો ખૂબસુરત ડ્રેસ પહેર્યો હતો.


નોંધનીય છે કે, ભારત તરફથી વર્તિકા સિંહે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. જોકે, વર્તિકા સિંહ ટૉપ 10માં પણ સ્થાન નહોતી મેળવી શકી. આ પહેલા ભારત તરફથી સુષ્મિતા સેન, લારા દત્તા, માનુષી છિલ્લરે પણ આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

ભારતની વર્તિકા સિંહ ટૉપ 10માંથી પણ બહાર ફેંકાઈ


ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી વર્તિકા સિંહે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. જોકે, વર્તિકા સિંહ ટૉપ 10માં જ સ્થાન ન મેળવી શકી. લખનઉની વર્તિકા સિંહને તેમની ખૂબસુરતી માટે ખૂબ વખાણ થયા હતા. માનવામાં આવી રહ્યું હતું કે તે ફાઇનલ સુધી ચોક્કસ પહોંચશે પરંતુ ટૉપ 10થી તે બહાર થવાથી પ્રશંસકો માટે ખરેખર ચોંકાવનારું હતું.

આ પણ વાંચો, અનન્યા પાંડેએ શાહિદના ભાઈ ઈશાન ખટ્ટરની હરકતોનો કર્યો ખુલાસો
First published: December 9, 2019, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading