નવી દિલ્હીઃ ક્રાઈમ વેબ સિરીઝ 'મિર્ઝાપુર'એ લોકોને દિવાના બનાવી દીધા છે. પહેલી અને બીજી સિઝન બાદ ફેન્સ લાંબા સમય સુધી 'મિર્ઝાપુર'ની ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફેન્સ માટે એક રાહતની ખબર સામે આવી છે. વાસ્તવમાં સિરીઝમાં ઉપયોગમાં લેવાતી ભાષા અને બતાવવામાં આવતા સીન્સને લઈને કોર્ટમાં 'મિર્ઝાપુર' પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. હવે તેના પર કોર્ટેનો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રિમ કોર્ટે આ વેબસિરીઝના ચાહકોની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતાં કોર્ટે 'મિર્ઝાપુર' પર પ્રતિબંધ લગાવવાની માંગને નકારી દીધી છે. કોર્ટે સિરીઝ પર પ્રતિબંધનો સાફ ઈન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિલની ત્રણ બેન્ચની ખંડપીઠે અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો છે. એટલું જ નહીં કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, તે વધારે સારી અરજી દાખલ કરે. તેના સિવાય કોર્ટે તે પણ સવાલ કર્યો કે કોઈપણ વેબસિરીઝની પ્રી-સ્ક્રીનિંગ કેવી રીતે સંભવ છે.
ઉલ્લેખનીય છે કે, દાખલ કરવામાં આવેલી અરજીમાં OTT અથવા સીધી ઓનલાઈન રિલીઝ થનારી સિરીઝ, ફિલ્મ અને અન્ય કોન્ટેંટને લઈને કહેવામાં આવ્યુ હતું કે, તેની રિલીઝ પહેલા 'પ્રી-સ્ક્રીનિંગ' કરાવવામાં આવે. જેના પર કોર્ટે કહ્યું, 'વેબસિરીઝ માટે કોઈ પ્રી સ્ક્રીનિંગ સમિતિ કેવી રીતે હોય શકે છે? આ એક વિશેષ કાયદો છે, જ્યાં સુધી તમે એવું નથી કહેતા કે ઓટીટી પણ આ કાયદાનો એક ભાગ છે. તમારે કહેવું જોઈએ કે, હાલના કાયદાને ઓટીટી પર પણ લાગૂ કરવામાં આવે. ત્યારબાદ પણ ઘણાં સવાલ ઉભા થશે, કારણકે તેનું પ્રસારણ બીજા દેશોમાં પણ થાય છે.'
કોર્ટે અરજીકર્તાને તેની ફરિયાદ પાછી લેવાનો આદેશ કર્યો છે, તેમણે કહ્યુ, 'ઓટીટી પર આવનારા કોન્ટેંટનું પ્રસારણ અન્ય દેશોમાં પણ થાય છે, જેને તમામ દર્શકો જુએ છે. તેના પછી પણ તમામ વસ્તુ અલગ થઈ શકે છે. તમારી દાખલ કરવામાં આવેલી અરજી વિસ્તૃત હોવી જોઈએ, તેથી તમે વધારે સારી અરજી દાખલ કરો.'
આ નિર્ણયના સામે આવ્યા બાદ હવે 'મિર્ઝાપુર'ના ચાહકો ખૂબ જ ખુશ છે અને આ સિરીઝના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર