મીરા રાજપૂતે સ્વિમસૂટમાં શેર કર્યો બોલ્ડ ફોટો, એવાકાડો સાથે કરી 'બિકિની બોડી'ની સરખામણી

મીરા રાજપૂતે સ્વિમસૂટમાં શેર કર્યો બોલ્ડ ફોટો, એવાકાડો સાથે કરી 'બિકિની બોડી'ની સરખામણી
મીરા રાજપૂત

મીરા રાજપૂત ગત દિવસોમાં પતિ શાહિદ કપૂર (Mira Rajput Bikini Photo)ની સાથે રજાઓ ગાળવાં ગોવા ગઇ હતી. જ્યાં તેણે તેની ઘણી બધી તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. મીરાએ અત્યાર સુધીની ગોવા ટ્રિપની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે ઘણી ચર્ચામાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor)ની પત્ની મીરા રાજપૂત કપૂર (Mira Rajput Kapor) ભલે બોલિવૂડ સાથે સીધી રીતે જોડાયેલી ન હોય પણ બોલિવૂડ એક્ટ્રેસની જેમ તે પણ હમેશાં ચર્ચામાં રહે છે. ફેશન સેન્સ મામલે પણ મીરા (Mira Rajput) કોઇ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. મીરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રેહ છે. મીરા ગત દિવસોમાં પતિ શાહિદ કપૂર (Mira Rajput Bikini Photos)ની સાથે રજાઓ ગાળવા માટે ગોવા ગઇ હતી. જ્યાંથી તેણે તેની ઘણી બધી તસવીરો શેર કરી છે. મીરાએ અત્યાર સુધીમાં તે તેની ગોવા ટ્રિપ દરમિયાન એક બોલ્ડ તસવીર શેર કરી છે તે ઘણી ચર્ચામાં છે.

  આ ફોટોમાં મીરા રાજપૂત બ્લેક બિકિનીમાં એક સ્વિમિંગ પૂલની પાસે ઉભેલી નજર આવે છે. મીરા રાજપૂતની આ તસવીર શેર કરતાં મજેદાર કેપ્શન શેર કરી છે. જેમાં તેણે તેની બિકિની બોડીની સરખામણી એવોકાડો સાથે કરી છે.

  ફોટો શેર કરતાં મીરા રાજપૂતે લખ્યું છે કે, 'બિકિની બોડી એવોકાડોની જેવી હોય છે જેને તૈયાર થવાનો આપને હમેશાં ઇંતેઝાર કરતાં રહે છે. અને તેને ખરાબ થવામાં ફક્ત એક દિવસ લાગે છે.' મીરા રાજપૂતે આ કેપ્શન તેની ફેન્સ વચ્ચે ખુબજ પસંદ કરવામાં આવી રહી છે. સૌ કોઇ મીરાનાં સેન્સ ઓફ હ્યૂમરનાં વખાણ કરી રહ્યું છે.  મીરા રાજપૂતે હાલમાં તેની ડાહપણની દાઢ કઢાવી હતી. અને સોશિયલ મીડિયા પર તેનું દુખ પણ જણાવ્યું હતું. મીરા રાજપૂતે તેની ડાહપણની દાઢ કઢાવવાનો તેનો અનુભવ શેર કરતાં દાંતનાં દુખાવાની સરખામણી ડિલીવરીનાં દુખાવા સાથે કરી છે. સાથે જ તેણે કહ્યું હતું કે, જો ડાહપણની દાઢ કાઢવા દરમિાયન શાહિદ તેની સાથે હોત તો તે તેનો હાથ જ તોડી નાંખતી.
  Published by:Margi Pandya
  First published:February 12, 2021, 13:12 pm

  ટૉપ ન્યૂઝ