Home /News /entertainment /મીરા રાજપૂતની સાથે ઓનલાઇન શોપિંગમાં 'ઠગી', બોલી- જે બતાવ્યું તે ન આપ્યું
મીરા રાજપૂતની સાથે ઓનલાઇન શોપિંગમાં 'ઠગી', બોલી- જે બતાવ્યું તે ન આપ્યું
મીરા રાજપૂત થઇ ઠગઇનો શીકાર
મીરા રાજપૂત (Mira Rajput)એ ઓનલાઇન શોપિંગ કરી હતી, જેમાં તે ઠગીનો શિકાર થઇ ગઇ. આ વાતની જાણકારી ખુદ મીરાએ તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં (Instagram Story)માં કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત કેટલાંક સમયથી ઓનલાઇન શોપિંગ (Online Shopping)નો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. લોકો ઘરે બેસી તેમની મનપસંદ વસ્તુઓ સિલેક્ટ કરે છે અને એપથી મદદથી ઓર્ડર કરે છે. પણ ઘણી વખત આ લોકો માટે માથાનો દુખાવ બની જાય છે. કારણ કે તેઓ જે માંગવા છે તે મળતું નથી. એવું જ કંઇક બોલિવૂડ એક્ટર શાહિદ કૂપર (Shahid Kapoor)ની પત્ની મીરા રાજપૂત (Mira Rajput)ની સાથે થયો છે. મીરા રાજપૂતની સાથે ઓનલાઇન શોપિગમાં 'ઠગી' થઇ ગઇ છે.
મીરા રાજપૂત (Mira Rajput)એ ઓનલાઇન શોપિંગ કરી હતી. જેમાં તે ઠગીનો શિકાર થઇ ગઇ છે. આ માહિતી ખુદ મીરાએ તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Instagram Story) દ્વારા કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેણે નવાં ફોન કવર મંગાવ્યો હતો.
તસવીર શેર કરતાં મીરાએ લખ્યું કે, 'એક બકવાસ એડનાં ઝાંસામાં આવી મે આ ફોન કવર ખરીદ્યું છે. તસવીરમાં જેવો દેખાય છે. એવો આ બિલકૂલ નથી. અને બેકારથી પ્લાસ્ટિકનું બનેલું છે. પણ કામ ઠીક ઠાક કરે છે. મને એક સ્લિંગી કવર જોઇતું હતું. જેથી હું વોક પર બેગ વગર પણ જઇ શકું. મને હસવું આવી રહ્યું છે આ વિચારીને કેટલાં વર્ષો બાદ હું આવી ઠગીનો શીકાર થઇ છું.'
તે વધુમાં લખે છે, 'મારા ફોનને આ કવરમાં જે કુશનનાં સપોર્ટથી એક જગ્યાએ ટકવાનું છે પણ કુશન તો પહેલેથી જ નીકળી રહ્યાં છે. હવે આ સ્ટીકર જ મારા ફોનને વોક દરમિયાન પડતા બચાવશે.'
" isDesktop="true" id="1112808" >
આપને જણાવી દઇએ કે, મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને તેણે હાલમાં જ શાહિદની સાથે તેની પાંચમી લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. આ સમયે તેનાં પતિ શાહિદ કપૂરની સાથે ખુબજ રોમેન્ટિક તસવીર શેર કરી હતી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર