કોરોનાથી ગંભીર 'હનુમાન સિંહ'નાં સ્વાસ્થ્યમાં સામાન્ય સુધારો, અનિરુદ્ધ દવેનાં પરિવારે લીધો રાહતનો શ્વાસ

કોરોનાથી ગંભીર 'હનુમાન સિંહ'નાં સ્વાસ્થ્યમાં સામાન્ય સુધારો, અનિરુદ્ધ દવેનાં પરિવારે લીધો રાહતનો શ્વાસ
(PHOTO: Instagram/aniruddh_dave)

કોરોના (Covid-19)થી પરિસ્થિતિ બગડ્યાં બાદ એક્ટર અનિરુદ્ધ દવે (Aniruddh Dave)ને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે ભોપાલનાં ચિરાયુ હોસ્પિટમાં દાખલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અનિરુદ્ધની હાલતમાં સામાન્ય સુધારો આવ્યો છે. આ ખબરથી તેનાં પરિવાર અને મિત્રોએ રાહતનો શ્વાસ લીધો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત દિવસોમાં ટીવી એક્ટર અનિરુદ્ધ દવે (Anirudh Dave)નું કોરોના (Covid-19) રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિસ્થિતિ ગંભીર થયા બાદ તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું ઇલાજ ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં ચાલે છએ. હોસ્પિટલમાં એડમિટ થયો તે સમયે તેની તબિયત ઘણી નાજૂક હતી. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, અનિરુદ્ધ દવેનું સ્વાસ્થ્ય પહેલાની સરખામણીએ સારુ છે જેને કારણે તેની પત્નીએ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

  અનિરુદ્ધ દવે કોરોના સંક્રમિત થતા પહેલાં બે વેબ સીરીઝમાં કામ કરી રહ્યો હતો. એક્ટરનાં ખુબજ ખાસ મિત્રએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, 'અનિરુદ્ધનાં ફેફસા કોરોનાથી 75 ટકા સંક્રમિત થઇ ગયાય હતાં. પણ હવે સંક્રમણ પહેલાની સરખામણીએ થોડુ ઓછુ થયુ છે.'  તેનો સીટી સ્કોર 21/25 હતો. જે હવે સારો થયો છે. અનિરુદ્ધનું ઇલાજ કરી રહેલાં ડોક્ટર્સનું કહેવું છે કે, આગામી 4-5 દિવસો સુધી અનિરુદ્ધમાં જો આમ જ રિકવરી આવશે તો તે ઝડપથી ઠીક થઇ જશે. અનિરુદ્ધ સતત ઓક્સીજન પર છે.  એક્ટરનાં મિત્રએ જણાવ્યું કે, 'ભોપાલમાં એક વેબ સિરીઝનાં શૂટિંગ સમયે અનિરુદ્ધ બીમાર પડ્યો હતો. તેણે ત્યાં હોટલમાં રહીને પોતાને ક્વૉરન્ટીન કરી લી ધો હતો.' પણ બાદમાં સીટી સ્કેનમાં માલૂમ પડ્યું કે, તેનાં ફેફસાને ભારે નુક્સાન થઇ રહ્યું છે અને તેની હાલત બગડી હતી. જે બાદ તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

  હાલમાં, અનિરુદ્ધની પત્ની શુભી, ભાઇ નિતિન, બહેન અને જીજાજી ભોપાલમાં છે અને અનિરુદ્ધની તબિયતમાં સુધાર બાદ તેમણે તમામે રાહતનો શ્વાસ લીધો છે. આપને જણાવી દઇએ કે, અનિરુદ્ધને 2 મહિનાનો દીકરો છે. જેનું નામ અનિષ્ક છે. હાલમાં તેની પત્ની દીકરાને મુકીને અનિરુદ્ધની પાસે ભોપાલ આવી છે.
  Published by:Margi Pandya
  First published:May 03, 2021, 16:36 pm

  ટૉપ ન્યૂઝ