Minissha Lambaએ કર્યો કાસ્ટિંગ કાઉચ પર ચોકાવનારો ખુલાસો, બોલી- 'રાત્રે જમવા બોલાવતા અને...'
Minissha Lambaએ કર્યો કાસ્ટિંગ કાઉચ પર ચોકાવનારો ખુલાસો, બોલી- 'રાત્રે જમવા બોલાવતા અને...'
File Photo
એક્ટ્રેસ મિનિષા લાંબા (Minissha Lamba)એ ગત ઘણાં સમયથી લાઇમલાઇટમાં છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો છે તે સાંભળીને આપ પણ ચોંકી જશો. તેમણે જણાવ્યું કે, કેવી રીતે તેણે ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડતો હતો. અને મેકર્સ તેને રાતનાં ઘરે બોલાવતા હતા.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ સિઝન 8ની સ્પર્ધક મિનિષા લાંબા (Minissha Lamba) ગત ઘણાં સમયથી લાઇમ લાઇટથી દૂર છે. હાલમાં જ એક્ટ્રેસે જણાવ્યું કે તેનાં પતિ રેયાન થામ (Ryan Tham) સાથે છુટાછે઼ા બાદ ફરીએક વખત તેને પ્રેમ થઇ ગયો છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે થોડા દિવસો પહેલાં જ કર્યો હતો. જ્યારે હમણાં તેણે ઇન્ડ્સ્ટરીમાં વ્યાપેલાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડતો હતો. અને મેકર્સ તેને રાત્રે તેનાં ઘરે બોલાવતા હતાં.
રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કન્નન સાથે વાતચીતમાં મિનિષાએ જણાવ્યું કે, 'કોઇપણ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં પુરુષ હોય છે. અધિકાંશ પુરુષ જ આ પ્રકારનાં પ્રયાસ કરે છે. આ વચ્ચે એક્ટ્રેસે જણાવ્યું કે ફિલ્મનો ડિરકેટ્ર઼ર ફિલ્મની વાત કરતો નહીં અને રાત્રે ડિનર માટે બોલાવતો. તેણે વધઉમાં કહ્યું કે, તે મેકર્સને ઓફિસ પર જ મળવા મામલે ભાર મુકતી
મિનિષા કહે છે કે, તે ઘણી વખત ચીજોને અદેખી કરીને આ પ્રકારનાં વ્યવહારથી પોતાને બચાવી લેતી. પણ તેની ખોટ તેણે તેનાં તમામ પ્રોજેક્ટ્સ ગુમાવી ભોગવવી પડી હતી. મિનિષા કહે છે કે, એક બે વખ એવું પણ બનતું કે હાથમાં એવેલો પ્રોજેક્ટ મે ગુમાવી દેવો પડ્યો હતો. મિનિષા કહે છે કે, ફિલ્મ નિર્માતા ઘણી વખત તેને ઓફિસની જગ્યાએ ઘરે બોલાવવા પર જોર આપતાં.
મિનિષા 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ'. 'બચના એ હસીનો', 'કિડનેપ', 'વેલ ડન અબ્બા' અને 'હમ તુમ શબાના' જેવી ફિલ્મ કરેલી છે. વરષ 2014માં મિનિષા બિગ બોસ-8માં નજર આવી હતી. પણ શોમાં એક મહિના બાદ તેની વિદાય થઇ ગઇ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં તે તેનાં પહેલાં ડિજિટલ પ્રોજેક્ટમાં બિઝી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર