Home /News /entertainment /મિનિષા લાંબાને છુટાછેડા બાદ ફરી થયો પ્રેમ, બોલી- 'હા હું પ્રેમાળ વ્યક્તિની સાથે રિલેશનશિપમાં છું'
મિનિષા લાંબાને છુટાછેડા બાદ ફરી થયો પ્રેમ, બોલી- 'હા હું પ્રેમાળ વ્યક્તિની સાથે રિલેશનશિપમાં છું'
મિનિષા લાંબા
મિનિષા લાંબા (Minissha Lamba)એ હાલમાં જ તેની લવ લાઇફનો ખુલાસો કર્યો છે. તે એક વ્યક્તિનાં પ્રેમમાં છે. એક્ટ્રેસનું માનવું છે કે, કોઇ રિલેશનશિપ કે લગ્નનો અંત આપનાં જીવનનો અંત નથી. આપની પાસે હમેશાં પ્રેમ કરવાંનો બીજો અવસર હોય છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અને બિગ બોસ સીઝન 8ની સ્પર્ધક મિનિષા લાંબા (Minissha Lamba) ગત કેટલાંક સમયથી લાઇમલાઇટથી બહાર તેની લાઇફ એન્જોય કરી રહી છે. સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. ગત વર્ષે તેનાં પતિ રેયાન થામ (Ryan Tham)ની સાથે તેણે છુટાછેડા લીધા હતાં. લગ્નનું બંધન તુટ્યાનાં એક વર્ષની અંદર તેને ફરી પ્રેમ થઇ ગયો છે. આ ખુલાસો ખુદ એક્ટ્રેસે કર્યો છે. તેણે કબૂલ કર્યુ છે કે, તે પ્રેમમાં છે. થોડા દિવસ પેહલાં જ તેણે રિલેશનશિપ પર જ્ઞાન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, 'જ્યારે સંબંધ ટોક્સિક હોય તો બહાર નીકળવું જ ઠીક છે.'
ફિલ્મ 'યહા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી મિનિષા લાંબા (Minissha Lamba)એ હાલમાં જ તેની લવ લાઇફનો ખુલાસો કર્યો છે. તેણે પોતાની લવ લાઇફ અંગે ખુલાસો કરતાં કહ્યું કે, હું એક પ્રેમાળ વ્યક્તિનાં પ્રેમમાં છું. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, 'હા, હું એક પ્રેમાળ વ્યક્તિ સાથે સુંદર રિલેશનશિપમાં છું.' જોકે, મિનિષાએ તેનાં પ્રેમીનાં નામ અંગે ખુલાસો કર્યો નથી.
એક્ટ્રેસે કહ્યું કે, હું એમ કહેવાં માંગું છુ કે, તમારી કોઇ રિલેશનશિપ કે લગ્નનો અંત આપનાં જીવનનો અંત નથી. આપની પાસે હમેશાં પ્રેમ કરવાનો બીજો અવસર હોય છે. જે આપનાં ભૂતકાળથી અલગ હોય છે. હવે હું આ અંગે ફક્ત આ કારણે વાત કરી રહી છુ કે જેથી હું પરિસ્થિતિમાં ફસાયેલાં લોકોની મદદ કરુે અને જણાવું કે હવે બધુ બરાબર થઇ જશે.
આ દરમિયાન મિનિષાએ છુટાછેડા પર ખુલીને વાત કરી છે. તેમે કહ્યું કે, ઘણી વખત બે લોકોનું સાથે ન રહેવું જ સારુ હોય છે બંનેમાંથી કોઇનો વાંક નથી હોતો. અને ન તો એવી પરિસ્થિતિમાં કોઇને દોષ આપવો જોઇએ. કેટલીક વાતો ખુબજ પ્રાઇવેટ હોય છે. જેનાં પર વાત ન કરી શકાય. કારણ કે, આ બીજાનું અપમાન કરવા જેવી વાત થશે.
" isDesktop="true" id="1105780" >
આપને જણાવી દઇએ કે, મિનિષાએ 'હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, બચનાએ હસીનો, કિડનેપ, વેલડન અબ્બા અને હમ તુમ શબાના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2014માં, મિનિષા બિગ બોસ 8માં નજર આવી હતી. પણ શોમાં આવ્યાનાં એક મહિના બાદ જ તે વિવાદોમાં આવી ગઇ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ કો, આ દિવસોમાં તે તેનાં પહેલાં ડિજિટલ પ્રોજેક્ટમાં બિઝી છે. '
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર