એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) એક વખત ફરી ધમાલ મચાવવા તૈયાર થઇ ગઇ છે. એક્ટ્રેસની સરોગસી અને પ્રેગ્નેન્સી આધારિતી મોસ્ટ અવેટેડ ફિલ્મ મિમિનું ટ્રેલર રિલીઝ (Mimi Trailer Release) થઇ ગયુ છે. ફેન્સનો ઇન્તેઝાર પૂર્ણ થયો છે. ક્રિતી સેનન ફરી એક વખત અલગ રૂપમાં નજર આવી રહી છે. શરૂઆતથી જ ફિલ્મમાં ક્રિતીનો રોલ ચર્ચામાં છે. આ ટ્રેલરમાં તેમનાં દમદાર અંદાજ જોવા મળે છે.
ટ્રેલરથી જાહેર થાય છે કે કૃતિ સેનન એક મધ્યમવર્ગીય પરિવારની યુવતી છે. જે રૂપિયાની લાલચે એક વિદેશી કપલનાં બાળકની સરોગેટ મધર બનવાં તૈયાર થાય છે જે બાદ જ્યારે કપલ નિર્ણય બદલે છે ત્યારે જણાવે છે કે, તેમને બાળક નથી જોઇતું. જે બાદ મિમીની મુશ્કેલીઓ વધી જાય છે. આ સમસ્યામાંથી કેવી રીતે મિમી બહાર નીકળે છે આ મજેદાર અને ખુબજ રસપ્રદ છે. " isDesktop="true" id="1113892" >
ટ્રેલરમાં પંકજ ત્રિપાઠી, ક્રિતી સેનન, સુપ્રિયા પાઠક જેવાં દમદાર કલાકાર છે. ક્રિતી સેનન તેનાં અત્યાર સુધીનાં કરિઅરમાં પહેલી વખત આવો રોલ અદા કરતી નજર આવી રહી છે. જે ઘણો જ ચેલેન્જિંગ છે. આ ફિલ્મ 30 જૂલાઇનાં OTT નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર