B'Day: મિલ્ખા સિંહના માતા-પિતા અને 7 ભાઈ-બહેનોના ભાગલા સમયે મોત થયા, પેટ ભરવા જૂતા પોલીસ કરતા

મિલ્ખા સિંગ જન્મ દિવસ

milkha singhએ 400 મીટર દોડમાં 47 સેકન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તેમનો બીજો ગોલ્ડ વધુ ખાસ હતો. મિલ્ખાએ 200 મીટર દોડમાં પાકિસ્તાનના સ્ટાર દોડવીર અબ્દુલ ખાલિદને હરાવ્યો હતો.

  • Share this:
    સ્વતંત્ર ભારતમાં રમત-જગતના પ્રથમ સુપરસ્ટાર મિલ્ખા સિંહ (Milkha Singh)નો આજે જન્મ દિવસ છે. 18 જૂને ચંદીગઢ ની પીજીઆઈ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લઈ દુનિયાને અલવીદા કહ્યું હતું. સુપ્રસિદ્ધ દોડવીર મિલ્ખાએ એશિયન ગેમ્સ (asian games)માં ચાર વખત ગોલ્ડ મેડલ (gold medal) જીત્યા હતા. તેમણે 1958 કોમનવેલ્થ ગેમ્સ (commonwealth games)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એથલીટ બનતા પહેલા તેમનું જીવન દુ:ખોથી ભરેલું હતું. પાકિસ્તાનમાં 20 નવેમ્બર, 1929ના રોજ જન્મેલા મિલ્ખાને 15 ભાઈ -બહેન હતા. ભાગલા વખતે તેમના પરિવારને (milkha singh family) ઘણું સહન કરવું પડ્યું હતું.

    ભાગલા દરમિયાન તેમના માતા -પિતા 7 ભાઈ -બહેનો સાથે માર્યા ગયા હતા. તેમનું બાળપણ બે ઓરડાના મકાનમાં રહેતા પરિવાર સાથે ગરીબીમાં પસાર થયું હતું. તેમાં એક ઓરડો તો પશુઓ માટે હતો. મિલ્ખાનું ગામ ગોવિંદપુરા (મુઝફ્ફરગઢ જિલ્લો) છે. હવે તે પશ્ચિમ પાકિસ્તાનમાં છે. ભાગલા પછી મિલ્ખાના પરિવારમાં માત્ર ચાર જ લોકો બચ્યા હતા. 1947માં, ભાગલાના બે દિવસ પછી, મિલ્ખાના ગામમાં તોફાનો થયા. તેના પિતાએ મિલ્ખાને મુલતાન મોકલ્યો, જ્યાં તેનો મોટો ભાઈ માખન સિંહ પોસ્ટ પર હતો. માખન ત્રણ દિવસ પછી તેના યુનિટ સાથે કોટ અડ્ડુ પહોંચ્યો. પરંતુ ત્યાં સુધીમાં તોફાનીઓએ મિલ્ખાના માતા -પિતા અને બે ભાઈઓની હત્યા કરી દીધી હતી.

    મિલ્ખાએ કહ્યું હતું કે, “મારા પિતાએ મને મદદ લેવાનું કહ્યું અને તેથી હું કોટ અડ્ડુથી મુલતાન જતી ટ્રેનમાં બેસી ગયો. ટ્રેન અગાઉની મુસાફરીમાં જ લોહીથી લથબથ હતી અને હું લેડીઝ ડબ્બામાં છુપાઈ ગયો અને કેટલીક મહિલાઓને વિનંતી કરી કે, તોફાનીઓને કહેતા નહીં. બાદમાં હું મારા ભાઈની પત્ની સાથે લશ્કરી ટ્રકમાં ભારતના ફિરોઝપુર ગયો. ત્યાં હું પૈસા કમાવવા માટે સૈનિકોના પગરખાં પોલિશ કરતો હતો.

    મિલ્ખાએ 1958 એશિયન ગેમ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 400 મીટર દોડમાં 47 સેકન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તેમનો બીજો ગોલ્ડ વધુ ખાસ હતો. મિલ્ખાએ 200 મીટર દોડમાં પાકિસ્તાનના સ્ટાર દોડવીર અબ્દુલ ખાલિદને હરાવ્યો હતો. ખાલિદ તે સમયે જબરદસ્ત ફોર્મમાં હતો. તેણે રેકોર્ડ સમયમાં 100 મીટર દોડ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખાલિદને એશિયાનો નંબર 1 રનર કહેવામાં આવતો હતો.

    આ પણ વાંચોGarbe Ki Raat: રાહુલ વૈદ્ય અને ભૂમિ ત્રિવેદી સામે સુરતમાં નોંધાઈ FIR, જાણો શું છે મામલો

    મિલ્ખાએ ખાલિદ સામે હાર ન માની અને 200 મીટર દોડ રેકોર્ડ 21.6 સેકન્ડમાં જીતી લીધી. પગની માંસપેશિઓ ખેંચાઈ જવાના કારણે મિલ્ખા ફિનિશિંગ લાઇન પર પડી ગયો હતો. મિલ્ખાને પાકિસ્તાનમાં એક સ્પર્ધા દરમિયાન દોડતો જોઈને પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અયુબ ખાનના હોશ ઉડી ગયા હતા. મિલ્ખાની પ્રતિભા અને ઝડપ જોઈને અયુબ ખાને તેનું નામ 'ફ્લાઈંગ શીખ' રાખ્યું.
    Published by:kiran mehta
    First published: