Home /News /entertainment /

55 વર્ષના મિલિંદ સોમનના આ અવતાર સામે ફેઇલ થઇ ગયા બોલીવૂડના તમામ સ્ટાર્સ

55 વર્ષના મિલિંદ સોમનના આ અવતાર સામે ફેઇલ થઇ ગયા બોલીવૂડના તમામ સ્ટાર્સ

55 વર્ષીય મિલિંદ સોમન (Milind Soman) પોતાની ફિટનેસને (Milind Soman Fitness)લઇને અવારનવાર ચર્ચાઓમાં રહે છે

Milind Soman Fitness- આ પ્રોમોમાં મિલિંદ સોમનનો અવતાર કોઇને પણ તેના પ્રશંસક બનાવી દે તેવો છે. સોશિયલ મીડિયા પર પણ પ્રશંસકો તેના આ લુકના વખાણ કરી રહ્યા છે

મુંબઈ : 55 વર્ષીય મિલિંદ સોમન (Milind Soman) પોતાની ફિટનેસને (Milind Soman Fitness)લઇને અવારનવાર ચર્ચાઓમાં રહે છે. આટલી ઉંમરે પણ તેમની બોડી (Milind Soman Body)અને ફિટનેસ આજના મોટા મોટા બોલીવૂડ સ્ટારને પણ ટક્કર આપે તેવી છે. આ દરમિયાન મિલિંદ સોમન ફરી ચર્ચાઓમાં છે. એમટીવીના શો સુપરમોડલ ઓફ ધ યર 2(MTV show supermodel of the year 2) શોમાં તેમના એક પર્ફોમન્સે લઈને પ્રશંસકોના દિલ જીતી લીધા છે. દર સપ્તાહે આ શોમાં મલાઇકા અરોરા (Malaika Arora) અને મિલિંદ સોમન (Milind Soman) એક નવા લૂકમાં દેખાય છે. સાથે જ તેઓ પોતાના જબરદસ્ત રેમ્પ વોકની સાથે જલવો બતાવે છે. હાલમાં જ આ શોનો નવો પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં મિલિંદ સોમનનો અવતાર કોઇને પણ તેના પ્રશંસક બનાવી દે તેવો છે. સોશ્યલ મીડિયા પર પણ પ્રશંસકો તેના આ લુકના વખાણ કરી રહ્યા છે.

મિલિંદ સોમનના હોટ લુક્સના કારણે જ આ પ્રોમો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ પ્રોમોમાં મિલિંદ સોમન કન્ટેસ્ટન્ટ્સ સાથે અલગ-અલગ પોઝ આપતો નજરે આવે છે. તેમના હાવભાવ અને વોક જોઇને મલાઇકા અરોરા પણ ચોંકી જાય છે અને મિલિંદને જોતી જ રહી જાય છે. મિલિંદ સોમનનો સોલ્ટ એન્ડ પેપર લુક લોકોને ભારે પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો - સારા અલી ખાને મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારાના દર્શન કર્યા, કહ્યું- ‘સર્વ ધર્મ સમભાવ’

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઇ રહ્યો છે. 50 હજારથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને કમેન્ટ્સમાં સોમનની બોડી અને હોટ અંદાજના વખાણ કરી રહ્યા છે. ઘણા યૂઝર્સ તો કહે છે કે, મિલિંદ સોમનને મેચ કરવો કોઇ પણ મોડલ માટે અસંભવ છે. આપને જણાવી દઇએ કે, સુપરમોડલ ઓફ ધ યર 2ના દરેક એપિસોડમાં કન્ટેસ્ટન્ટ્સને નવો ટાસ્ક આપવામાં આવે છે.

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મિલિંદ સોમન પૌરાશપુરમાં દેખાયો હતો. જ્યારે મલાઇકા અરોરા પણ અલગ અલગ શોને જજ કરતી રહે છે. થોડા સમય પહેલા જ તે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં જજ તરીકે નજરે આવી હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Maliaka Arora, Milind soman, Milind Soman Fitness, બોલીવુડ

આગામી સમાચાર