90ના દસકામાં છોકરીઓની દિલની ધડકન બનનાર મિલિંદ સોમનનો જાદુ આજે પણ કાયમ છે. ફિટનેસના મામલામાં તે કોઈ પણ યંગસ્ટરને ટક્કર આપી શકે છે. હાલ તો લેટેસ્ટ ખબર એ છે કે તે થોડા જ સમયમાં બીજી વખત લગ્ન કરશે. મિલિંદ વર્ષ 2018માં તેમની ગર્લફ્રેન્ડ અંકિતા કુંવર સાથે લગ્ન કરશે
26 વર્ષની અંકિતા સાથેના સંબંધને લઈને મિલિંદને ઘણો જ ક્રિટિસાઈઝ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમને ક્યારેય આ વાત પર ધ્યાન આપ્યુ નથી.
બંનેના લગ્નની ખબરોની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે સામે આવ્યું કે ગયા મહિને મિલિંદ અંકિતાના હોમટાઉન ગુવાહાટીમાં પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં મિલિંદ અંકિતાના ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં હાજર રહ્યો હતો. અને આ અવરસ પર અંકિતાએ મિલિંદને પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી.