એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી સોમવારે રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ સતત ચર્ચામાં છે. અને આ વચ્ચે એવું લાગે છે કે, મિલિંદ સોમન પણ આજ વિષય પર ફિલ્મ બનાવવાનો છે. મિલિંદે તેનાં નવાં પ્રોજેક્ટની ટ્વિટ કરી છે અને ફેન્સને હિન્ટ આપી છે. આ ટ્વિટ બાદ લોકો ઘણાં ઉત્સાહિત પણ થઇ ગયા છે.
મિલિંદે તેનો લૂકની એક તસવીર શેર કરી છે. જેમાં તે આંખોમાં કાજલ, લાંબા વાળ, નાકમાં નથણી અને ખુબ બધુ સિંદૂર સાથેનો ફોટો શેર કર્યો છે. જોકે આ ટ્વિટ અંગે તેણે વધુ કંઇ ખુલાસા કર્યા નથી.
મિલિંદે તેની ટ્વિટમાં લખ્યું છે કે, 'મુંબઇની નજીક કર્જતમાં ગત થોડા દિવસ વીતાવ્યાં, હવે ચેન્નઇ જઇ રહ્યો છું. હું જાણું છે કે, આ પવિત્ર વાત નથી પણ જ્યારે આપને અભિનય કરવાની તક મળએ છે તો, આપને સવાલ પુછવાનો સમય અને જગ્યા નથી મળતી.' આપને જણાવી દઇએ કે, અક્ષય કુમારની લક્ષ્મી પણ જેન્ડર બાયસ ફિલ્મ છે.
આ પણ વાંચો- શ્વેતા તિવારીનો વીડિયો શેર કરી બોલ્યો અભિનવ કોહલી- 'દીકરા સાથે થોડો સમય મેળવ્યો અને...'
શું છે લક્ષ્મીની કહાની?
આપને જણાવી દઇએ કે, અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી થર્ડ જેન્ડરની કહાની છે. જોકે, ફિલ્મ તેનાં મુખ્ય સંદેશ અંગે કમોજર લાગે છએ. પણ સેકેન્ડ હાફ ઘણી હદે પ્રભાવી છે. આપણાં સમાજમાં થર્ડ જેન્ડર અંગે જે લોકોનાં મનમાં ટેબૂ હોય છે અને તેને સામાજીક રીતે સ્વીકાર થતો નથી.
Published by:Margi Pandya
First published:November 10, 2020, 13:10 pm