Home /News /entertainment /મિકા સિંઘને આજે દુબઇની કોર્ટમાં રજૂ કરવામાં આવશે, 17 વર્ષની મોડલ સાથે કરી અશ્લીલ હરકત
મિકા સિંઘને આજે દુબઇની કોર્ટમાં રજૂ કરવામાં આવશે, 17 વર્ષની મોડલ સાથે કરી અશ્લીલ હરકત
મિકા સિંઘ, સિંગર
મીકા સિંઘની ગત સવારે 3 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. તેને અબુ ધાબીની જેલમાં પણ લઇ જઇ શકાય છે. હાલમાં આ સંબંધે મિકા સિંઘ કે તેની ટીમ સાથે કોઇ જ વાત થઇ નથી
મીકા સિંઘ પર 17 વર્ષની બ્રાઝિલિયન મોડલે અશ્લીલ હરકત કર્યાનો આરોપ લગાવ્યો છે. મીકાએ તે મોડલને તેની અશ્લીલ તસવીરો મોકલી હતી તેમજ તેની સાથે શારીરિક છેડતી પણ કરી હતી. જે બાદ મોડલે દુબઇનાં મુરક્કાબાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને મિકાને આ પોલિસ સ્ટેશનમાં જ ધરપકડ કરવામાં આવી હતી.
જે બાદ એવી વાત હતી કે તેને અબુ ધાબીની જેલમાં પણ લઇ જઇ શકાય છે. અને આજે જ તેને દુબઇની કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી શખે છે.
યુનાઇટેડ અરબ અમિરાત (UAE)નાં ભારતીય એમ્બેસેડર નવદિપ સિંઘ સુરીએ ANI સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મિકાને ગત રાત્રે 11.30 વાગ્યે છોડી દેવામાં આવ્યો હતો અને આજે તેને કોર્ટમાં રજુ કરવામાં આવી શકે તેમ છે.
નવદિપ સુરીએ જણાવ્યું કે, તેમનાં પ્રતિનિધિ પોલીસ સ્ટેશન જઇને આ મામલે પોલીસ અને મિકા સિંઘની મુલાકાત પણ લીધી હતી. મિકા વિરુદ્ધ બ્રાઝઇલીયન મોડલે નોંધાવેલી ફરિયાદ મુજબ. મીકા તેને આપત્તિજનક તસવીરો મોકલતો હતો. આ મામલે સગીરાએ પોતે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ મિકાની ગત સવારે ત્રણ વાગ્યે ધરપકડ થઇ હતી અને તેને રાત્રે 11.30 વાગ્યે છોડી દેવામાં આવ્યો હતો. આજે તેને થોડા સમયમાં દુબઇની કરો્ટમાં રજુ કરવામાં આવશે.
'ગલ્ફ ન્યૂઝ'નાં સૂત્રો મુજબ, મીકા દુબઇમાં એક પાર્ટી કાર્યક્રમ માટે આવ્યોહ તો. મોડલ તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સિંગરે તેને બોલિવૂડમાં કામ અપાવવાનો પણ વાયદો કર્યો હતો.
મીકાએ બે દિવસ પહેલાં ઇનસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા દુબઇમાં હોવાની વાત કરી હતી. અહી તે કોઇ એવોર્ડ શોમાં ભાગ લેવા આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર