Home /News /entertainment /Mika Di Vohti: રાખી સાવંત બાદ મીકા સિંહનો સ્વયંવર, આ શો રિઅલ હશે કે માત્ર સ્ક્રિપ્ટેડ?
Mika Di Vohti: રાખી સાવંત બાદ મીકા સિંહનો સ્વયંવર, આ શો રિઅલ હશે કે માત્ર સ્ક્રિપ્ટેડ?
મીકા સ્વયંવર
Mika Singh Swayamvar Mika Di Vohti: 19 જૂનથી ટીવી ચેનલ સ્ટાર ભારત અને OTT પ્લેટફોર્મ ડિજ્ની પ્લસ હોટસ્ટાર પર ‘સ્વયંવર: મીકા દી વોહટી’ (Swayamvar Mika Di Vohti) નામનો શો શરૂ થઈ રહ્યો છે.
બોલીવુડ સિંગર મીકા સિંહ લગ્ન કરવાના મૂડમાં છે. જાણવા મળી રહ્યું છે કે, મીકા સિંહ થોડા સમયમાં સ્વયંવર કરવા જઈ રહ્યા છે. આ લગ્ન સમારોહનું આયોજન ટીવી પર પ્રસારિત કરવામાં આવશે, 19 જૂનથી ટીવી ચેનલ સ્ટાર ભારત અને OTT પ્લેટફોર્મ ડિજ્ની પ્લસ હોટસ્ટાર પર ‘સ્વયંવર: મીકા દી વોહટી’ (Swayamvar Mika Di Vohti) નામનો શો શરૂ થઈ રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાંથી સિલેક્ટ થયેલી 12 યુવતીઓ આ શોમાં ભાગ લેશે. મીકા સિંહ આ 12 યુવતીમાંથી એક યુવતીને પોતાની જીવનસંગિની બનાવશે.
મીકા સિંહ રાખી સાવંતની જેમ લોકોને દગો આપશે કે પછી વાસ્તવિક જીવનમાં ખરેખર લગ્ન કરશે? લોકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો છે. આ શોના ઈતિહાસ પર નજર નાખવામાં આવે તો બધુ જ સ્ક્રિપ્ટેડ હશે. મીકા સિંહ ભાગ્યે જ આ લગ્ન કરી શકે.
મીકા સિંહ રાખી સાવંતની જેમ લોકોને દગો આપશે કે, પછી રાહુલ મહાજનની જેમ બાદમાં તલાક લઈ લેશે. રાખીએ આ શોમાં જે પાર્ટનરની પસંદગી કરી હતી, તે પાર્ટનરને બાદમાં છોડી દીધો હતો. તો રાહુલ મહાજને આ શો દરમિયાન લગ્ન કરી લીધા હતા, પરંતુ થોડા મહિના બાદ તલાક પણ આપી દીધા હતા. મીકા સિંહની વાસ્તવિકતા સમય સાથે ખબર પડી જ જશે. જેથી દર્શકો મીકા સિંહના સ્વયંવરને હકીકત માને તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
મીકા સિંહના સ્વયંવરમાં શું થશે? મીકા સિંહના સ્વયંવર સમારોહના શોનું નામ ‘સ્વયંવર: મીકા દી વોહટી’ છે. ખૂબ જ ઓછા લોકોને વોહટીનો અર્થ ખબર હશે. વોહટી એક પંજાબી શબ્દ છે, જેનો અર્થ પત્ની થાય છે. ‘સ્વયંવર: મીકા દી વોહટી’ માટે સ્ટાર ભારત તરફથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ઢોલ નગારા, ગિદ્દા, ભાંગરા અને પ્રખ્યાત ગાયકોના ગીતની સાથે મીકાના લગ્નની શરૂઆત થઈ ચૂકી છે. આ કાર્યક્રમ રાજસ્થાનના જોધપુરમાં રાખવામાં આવ્યો છે. એક ખૂબ જ સુંદર રિસોર્ટમાં શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે, મીકા સિંહની સાથે 12 યુવતીઓ પણ આ સ્થળ પર હાજર છે.
મીકા સિંહ જણાવે છે કે, ‘મેં અન્ય લોકોના લગ્નમાં બહુ ભાંગડા કર્યા, હવે મારા લગ્ન થશે. આ શોની મદદથી મને મારી ડ્રીમગર્લ મળશે. સ્ટાર ભારતના શો ‘સ્વયંવર: મીકા દી વોહટી’ એ મને મારી જીવનસાથી પસંદ કરવાનો એક મોકો આપ્યો. આ શો માટે મારો સંપર્ક કરવામાં આવતા મને એવું લાગે છે કે, મારું નસીબ ખુલી ગયું છે. ’
હું આ રાજકુમારીઓને મળી રહ્યો છું અને તેમની સાથે સમય પસાર કરી રહ્યો છું. આ તમામ યુવતીઓ આ શો માટે આવી જેથી હું તેમનો ખૂબ જ આભારી છું. ગાયક શાન 14 વર્ષ પછી કોઈ રિયાલિટી શોમાં મેજબાની કરવા જઈ રહ્યા છે અને તેઓ ખૂબ જ ખુશ છે.
રાખી સાવંતના શોમાં શું થયું હતું? કિસિંગ કાંડ બાદ મીકા સિંહ અને રાખી સાવંતનું નામ ખૂબ જ ચર્ચામાં હતું. ત્યારબાદ મીકા સિંહ અને રાખી સાવંત અલગ થઈ ગયા. રાખી સાવંતની જેમ મીકા સિંહ પણ સ્વયંવર કરવા જઈ રહ્યા છે.
ટેલીવિઝનના ઈતિહાસમાં સૌથી પહેલા રાખી સાવંતનો સ્વયંવર કરવામાં આવ્યો હતો. આ સ્વયંવર વર્ષ 2009માં પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેનું નામ હતું ‘રાખી કા સ્વયંવર’. આ શોનું શુટીંગ ઉદયપુરમાં ફતેહગઢ પેલેસમાં થયું હતું. રામ કપૂર આ રાખીના સ્વયંવરનો હોસ્ટ કરી રહ્યા હતા. રાખીના સ્વયંવરમાં 16 યુવક શામેલ થયા હતા. આ સ્વયંવરમાં રાખીએ ઈલેશ પારુજનવાલાની પોતાના પાર્ટનર તરીકે પસંદગી કરી હતી અને આ શોમાં સગાઈ પણ કરી હતી.
રાખી અને ઈલેશે જણાવ્યું હતું કે, શો બાદ તેઓ લગ્ન કરશે, પરંતુ થોડા સમય બાદ તેઓ અલગ થઈ ગયા હતા. રાખીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના રિયાલિટી શોમાં દર્શકોને મૂર્ખ બનાવવામાં આવે છે. માત્ર પૈસા માટે જ આ પ્રકારની હરકતો કરવામાં આવે છે. રાખી જણાવે છે કે, આ પ્રકારની રિયાલિટી શો રિઅલ હોતા નથી, કોઈ વ્યક્તિ લગ્ન કરતી નથી.
રિયાલિટી શોમાં વિશ્વાસ નથી રિયાલિટી શો પરથી લોકોનો વિશ્વાસ ધીરે ધીરે તૂટી રહ્યો છે. પહેલા રિયાલિટી શોમાં વાસ્તવિકતા દર્શાવવામાં આવતી હતી. હવે તમામ રિયાલિટી શોમાં બઘું જ પહેલેથી ફિક્સ હોય છે. કયા પ્રતિયોગીએ શું કરવાનું છે, કયા જજે કઈ રીતે રિએક્શન આપવાનું છે, ઓડિશન વિશે પણ પહેલેથી જ જણાવી દેવામાં આવે છે કે, કોણે શું કરવાનું છે. મોટાભાગના રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે. બિગ બોસથી લઈને સ્વયંવર સુધીના રિયાલિટી શોથી માત્ર TRP વધારવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર