મીકા સિંહે પાકિસ્તાનમાં કર્યુ પરફોર્મ, ટ્રોલર્સ બોલ્યા- તમે તો ગદ્દાર નીકળ્યા

મીકા સિંહની ફાઇલ તસવીર

તો કેટલાંક ઇન્ડિયન ફેન્સે મીકા સિંહનો વીડિયો જોઇને તેને શરમ કરો.. ની ટ્વિટ કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ સિંગર મીકા સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો છે મીકા સિંહનાં સ્ટેજ પરફોર્મન્સનો. મીકાએ હાલમાં જ પાકિસ્તાનનાં કરાચી શહેરમાં પરફોર્મન્સ આપ્યું હતું. ભારત પાકિસ્તાન
વચ્ચે હાલમાં ખુબજ તણાવ ચાલી રહ્યો છે. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પાકિસ્તાને ભારત પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે આવા માહોલની વચ્ચે મીકા સિંહનું કરાચીમાં જઇને કોન્સર્ટ કરવું લોકોને પસંદ આવ્યું નથી.

પાકિસ્તાની સિંગર ફાકિર મહમૂદે સોશિયલ મીડિયા પર મીકાના વીડિયો શેર કરતા લખ્યું કે, કાશ્મીર સંપૂર્ણ રીતે બંધ છે પણ એક ભારતીય સિંગર આવે છે, પર્ફોમ કરે છે, પૈસા કમાય છે અને જતો રહે છે જેમ કે કંઈ થયુ જ નથી, કારણ કે ધર્મ અને દેશભક્તિ તો ફક્ત ગરીબો માટે જ છે.તો કેટલાંક ઇન્ડિયન ફેન્સે મીકા સિંહનો વીડિયો જોઇને તેને શરમ કરો.. અને પાજી તમે તો ગદ્દાર નીકળ્યા જેવી કમેન્ટ્સ પણ કરી છે.મીકા સિંહનો વીડિયો કઈ જગ્યાનો છે, આ વાતનો ખુલાસો પાકિસ્તાનની જર્નાલિસ્ટ નાયલા ઈનાયતે ટ્વિટર પર કર્યો છે. તેણે મીકાનો આ વીડિયો શેર કરતા કહ્યું કે, હું ખુશ છું કે જનરલ મુશરફના સગાવહાલાને ત્યાં મીકા સિંહ ત્રણ દિવસ માટે પાકિસ્તાનનાં ટૂર પર આવ્યો.
Published by:Margi Pandya
First published: