Home /News /entertainment /Video : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું એન્ટિલિયામાં ભવ્ય સ્વાગત, 10 મિનિટના પરફોર્મન્સ માટે મીકાએ લીધી તગડી રકમ

Video : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું એન્ટિલિયામાં ભવ્ય સ્વાગત, 10 મિનિટના પરફોર્મન્સ માટે મીકાએ લીધી તગડી રકમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું એન્ટિલિયા ખાતે ભવ્ય અને શાહી સ્વાગત કરવામાં આવ્યું

અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના રોકા બાદ બંને પરિવારોનું મુંબઇમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યુ. સાંજે અંબાણી પરિવારે પોતાના બંગલા 'એંટીલિયા' માં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં અનેક સેલેબ્સ હાજર રહ્યા. શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અયાન મુખર્જી સહિત ઘણા સેલેબ્રિટીઝે આ પાર્ટીમાં મહેફિલ લૂંટી.

વધુ જુઓ ...
Anant Amabani and Radhika Merchant Engagement: દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે જશ્નનો માહોલ છે. ગુરુવારે તેમના નાના દીકરા અનંત અને રાધિકા મર્ચેંટની રોકા સેરેમની થઇ. રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના રોકા બાદ બંને પરિવારોનું મુંબઇમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યુ. સાંજે અંબાણી પરિવારે પોતાના બંગલા 'એંટીલિયા' માં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ, જેમાં અનેક સેલેબ્સ હાજર રહ્યા. શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અયાન મુખર્જી સહિત ઘણા સેલેબ્રિટીઝે આ પાર્ટીમાં મહેફિલ લૂંટી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું એન્ટિલિયા ખાતે ભવ્ય અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘણા મીડિયા લોકોની હાજરીમાં, આ ન્યૂ કપલનું એન્ટિલિયામાં ભવ્ય સ્વાગત થયું. શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા દદલાની સાથે અનંત અને રાધિકાના રોકા સેરેમનીમાં પહોંચ્યો હતો. તે જ સમયે, બિગ સ્ટાર્સમાં સલમાન ખાન પણ પાર્ટીની શાન વધારવા માટે પાર્ટીમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો :  અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઇ બાદ થઇ ગ્રાન્ડ પાર્ટી, રણબીર-આલિયાથી લઇને જ્હાન્વીએ લૂંટી મહેફિલ




આ સિવાય ન્યૂી મોમ અને ડેડ આલિયા અને રણબીર કપૂર પણ અનંત અને રાધિકાની પાર્ટીનો ભાગ બન્યા હતા. જ્યારે આલિયાએ ગ્રીન કલરનો શરારા પહેર્યો હતો, તો રણબીર બ્લેક કુર્તામાં ડૅપર લાગતો હતો.



મિકા સિંહે કર્યું ધમાકેદાર સ્વાગત


સિંગર મીકા સિંહ પણ આ પાર્ટીનો હિસ્સો રહ્યો. તેમણે પોતાના અનોખા અંદાજમાં કપલનું સ્વાગત કર્યું અને મહેફિલ લૂંટી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિકા સિંહે 10 મિનિટના પરફોર્મન્સ માટે 1.5 કરોડ રૂપિયા લીધા હતા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



કોણ છે રાધિકા મર્ચન્ટ?


અનંત અને રાધિકાની રોકા સેરેમની પછી, બધાને જાણવાની ઉત્સુકતા છે કે કોણ છે રાધિકા મર્ચન્ટ જે આટલા મોટા પરિવારની નાની વહુ બનશે. તો ચાલો આનો ખુલાસો કરીએ અને તમને જણાવીએ કે રાધિકા મર્ચન્ટ કોણ છે અને તે કયા પરિવારમાંથી આવે છે.

આ પણ વાંચો :  પીએમ મોદીના માતાના નિધન પર ભાવુક થયું બોલીવુડ, કંગનાથી લઇને અનુપમ ખેર સહિત આ સ્ટાર્સે પાઠવી શ્રદ્ધાંજલિ



અંબાણી પરિવારની આ નાની વહુ ઘણા મોટા પરિવારની છે. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરની સીઈઓ છે અને અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બંને બાળપણના મિત્રો છે. રાધિકા ટ્રેન્ડ ક્લાસિકલ ડાન્સર છે.
First published:

Tags: Anant Ambani, Bollywood Latest News, Mika singh, Radhika Merchant

विज्ञापन