Home /News /entertainment /MIKA SINGHની ગાડી રાત્રે 3 વાગે બગડી, ચાલુ વરસાદે લોકોએ કરી સિંગરની મદદ

MIKA SINGHની ગાડી રાત્રે 3 વાગે બગડી, ચાલુ વરસાદે લોકોએ કરી સિંગરની મદદ

(PHOTO:Instagram @viralbhayani)

અડધી રાત્રે મિકા સિંહ (Mika Singh) ની ગાડી ખરાબ થઇ હતી જેમાં તે કારમાં આકાંક્ષા પુરી સાથે બેઠેલો નજર આવે છે. સિંગરની મદદ માટે ઘણાં લોકો ઉમટી પડ્યાં હતાં.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગર મીકા સિંહ (Mika Singh) યુવાઓની વચ્ચે ઘણો પંસદ કરવામાં આવે છે. તેનાં ગીતો દ્વારા મીકા સંગીત પ્રેમીઓ (Mika Singh Video) દિલોમાં ખાસ જગ્યા બનાવી ચુક્યો છે. કોઇપણ પાર્ટી હોય, તેનાં ગીતો દરેક જગ્યાએ સંભળાય છે. આ વચ્ચે સિંગરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે તેની કારમાં બેઠેલો નજર આવે છએ અને કારની આસ પાસ લોકોની ભારે ભીડ નજર આવી રહી છે. મીકા સિંહની સાથે ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 13નાં સ્પર્ધક પારસ છાબરાની એક્સ ગર્લફ્રેન્ડ આકાંક્ષા પુરી પણ નજર આવી રહી છે.

કહેવાય છે કે, સિંગરનો આ વીડિયો મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસનો છે. મીકા સિંહ, રાહુલ વૈદ્ય- દિશા પરમારનાં રિસેપ્શનની પાર્ટીમાંથી પરત આવી રહ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે તેની ગાડી ખરાબ થઇ હતી. તેની મદદ માટે ભારે ભીડ જમા થઇ ગઇ હતી. આશરે 200 લોકો પાણીમાં પલડતા સિંગરની મદદ માટે આગળ આવ્યાં હતાં. ખુદ મિકા સિંહ આગળની તરફ ઇશારો કરતાં કહે છે, 'અહીં અમારી કાર ખરાબ થઇ છે અને જુઓ, ઓછામાં ઓછા 2 લોકો મદદ માટે આગળ આવ્યાં છે.'




મીકા જેમ આમ કહે છે, લોકો ચિયર કરવાં લાગે છે અને દરેક તરફ સિંગરનાં ફેન્સનો અવાજ સંભળાવા લાગે છએ. મીકા સિંહ અને આકાંક્ષા પુરીનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે, 'હા, મુંબઇનાં લોકો બેસ્ટ છે.'



આપને જણાવી દઇએ કે, મીકા સિંહ- આકાંક્ષા પુરીનો આ વીડિોય ત્યારનો છે જ્યારે બંને રાહુલ વૈદ્ય- દિશા પરમારનાં લગ્નની પાર્ટીમાંથી પરત આવી રહ્યાં હતાં. મીકા સિંહ ગત દિવસોમાં કમાલ આર ખાન સાથે સોશિયલ મીડિયા પર તૂ-તૂ મે-મે અંગે ચર્ચામાં છે. બંનેએ ન ફ્કત એકબીજાને ખરી ખોટી સંભળાવી હતી. પણ એક-બીજા ઉપર ગીતો બનાવ્યાં હતાં.
First published:

Tags: Entertainment news, Mika singh, Mika Singh Car Broke Down, Mika Singh Video, Mumbai rain, News in Gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો