સિંગ મીકા સિંહની દુબઈ પોલીસે ગુરૂવારે ધરપકડ કરી છે. મળતી જાણકારી અનુસાર, મીકા પર બ્રાઝિલની એક યુવતીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, મીકાને દુબઈના મુરક્કાબાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. મીકા પર 17 વર્ષની બ્રાઝિલીયન યુવતીની છેડતી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રિપબ્લીકન ટીવીના સમાચાર અનુસાર, બ્રાઝિલની રહેવાસી 17 વર્ષીય મોડલે મીકા પર આપત્તીજનક તસવીરો મોકલવાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં સગીર યુવતીએ પોલીસ સ્ટેશનમાં જાતે ફરિયાદ નોંધાવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, મીકા સિંહની આજે સવારે 3 વાગ્યે ધરપકડ કરવામાં આવી, અને તેને અબુ ધાબી જેલમાં લઈ જઈ શકે છે. જોકે, આ મુદ્દે હજુ મીકાની ટીમ સાથે કોઈ વાત ચીત નથી થઈ શકી.
મીકા સિંહે બે દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા તે દુબઈમાં હોવાની જાહેરાત કરી હતી. તે કોઈ એવોર્ડ શોમાં ભાગ લેવા માટે દુબઈ ગયો હતો.
આ પહેલી ઘટના નથી જેમાં મીકા સિંહનું નામ કોઈ વિવાદ સાથે ન જોડાયું હોય. 2015માં તેના પર દિલ્હીમાં એક ઈવેન્ટ દરમ્યાન એક ડોક્ટરને થપ્પડ મારવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં ગત વર્ષે તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2014માં એક હિટ એન્ડ રન કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. આ મામલામાં તેના પર ઓટો રિક્શા પર કાર ચઢાવવાનો આરોપ હતો. એટલું જ નહી 2006માં રાખી સાવંતે તેના પર જબરદસ્તી કીસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર