Home /News /entertainment /જોધપુરનાં 'ઉમેદ પેલેસ'માં તૈયાર થયા છે 'મિકા દી વોટી'નાં 3 ભવ્ય સેટ, જુઓ VIDEO
જોધપુરનાં 'ઉમેદ પેલેસ'માં તૈયાર થયા છે 'મિકા દી વોટી'નાં 3 ભવ્ય સેટ, જુઓ VIDEO
મિકા દી વોટીનો જુઓ ભવ્ય સેટ
Swayamvar Mika Di Vohti: શોનું મોટાભાગનું શૂટિંગ થઇ ગયું છે. જોધપુરમાં તૈયાર થયો છે. જોધપુરનાં ઉમેદ પેલેસ રિસોર્ટ એન્ડ સ્પામાં (Umaid Bhawan Jodhpur) શોનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. શોમાં 12 કન્યાઓ ભાગ લેશે. જે મિકાનું દિલ જીતવાં મહેનત કરશે. આ જ શોમાં મિકાને તેનાં સપનાની રાની મળશે. આ શૉનાં ગેસ્ટની વાત કરીએ તો, કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક, સિંગર ભૂમિ ત્રિવેદી અને જસ્પિદંર નરૂલા પણ જોવા મળશે. તેમની સાથેનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્વયંવર- 'મિકા દી વોટી' (Mika Di Vohti) શરૂ થવાને ગણતરીનાં દિવસો આરે છે. આ શો 19 જૂનનાં ઓનએર કરવામાં આવશે. આ શો સ્ટાર ભારત પર રિલીઝ થવાનો છે તે પહેલાં શૉનાં ઓન સેટનો વીડિયો (Mika Di Vohti on Set Video) સામે આવ્યો છે. આ વીડિયો શૉનાં હોસ્ટ શાન (Shaan) દ્વારા શેર કરવામાં આવ્યાં છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં ઘણાં બધા સિંગર્સનાં વીડિયો સામે આવ્યાં છે જેઓ શૉમાં મિકા સિંઘ (Mika Singh) નો પારો વધારવાં અને તેને યોગ્ય કન્યા પસંદ કરવામાં મદદ કરશે. એટલું જ નહીં તેઓ શોમાં પોતાનાં સંગીતથી લોકોને એન્ટરટેઇન પણ કરશે.
શોનું મોટાભાગનું શૂટિંગ થઇ ગયું છે. જોધપુરમાં તૈયાર થયો છે. જોધપુરનાં ઉમેદ પેલેસ રિસોર્ટ એન્ડ સ્પામાં શોનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. શોમાં 12 કન્યાઓ ભાગ લેશે. જે મિકાનું દિલ જીતવાં મહેનત કરશે. આ જ શોમાં મિકાને તેનાં સપનાની રાની મળશે. આ શૉનાં ગેસ્ટની વાત કરીએ તો, કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક, સિંગર ભૂમિ ત્રિવેદી અને જસ્પિદંર નરૂલા પણ જોવા મળશે. તેમની સાથેનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. આ ઇવેન્ટ દરમિયાન મિકા બોલતો નજર આવે છે, 'બીજાનાં લગ્નમાં ખુબ ભાંગડા કર્યા હવે પોતાનો વારો આવ્યો છે.' તો શાન શો વિશે વાત કરતાં કહે છે કે, '14 વર્ષ બાદ એન્કરિંગ પર હાથ અજમાવી રહ્યો છું.મારા પર ખુબજ મોટી જવાબદારી છે મારા ભાઇને સાચી મહિલા શોધવા માટે મારે મદદ કરવાની છે.'
શોમાં ત્રણ પ્રકારનાં સેટ જોવા મળશે. આઉટડોર સેટ જ્યાં સૌ કોઇ સેલિબ્રિટી પરફોર્મ કરશે. આ કોઇ દુલ્હનનાં સ્વપ્નની દુનિયા હોય. તેવાં આલિશાન લગ્નનો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે. આઉટડોર સેટ બાદ બે ઇન્ડોર સેટ છે. જેમાં એકનું નામ છે 'મન કી બાત' દિલ દીયા ગલ્લા... આ સેટ પર મિકા તેની મનપસંદ કન્યા સાથે વાતો કરશે. જે એલિમિનેટ થવાની હશે તેની સાથે પણ અહીં જ વાતો કરીને સમય વિતાવવામાં આવશે.
તો બીજા સેટનું નામ છે 'મહલ કા દિલ'. અહીં મિકાની અલગ અલગ તસવીરો ફ્રેમ કરવામાં આવી છે. આ સેટ પર બધી જ કન્યાઓ સાથે બેસીને મસ્તી કરશે. તેમની વચ્ચે ટાસ્ક હશે. કેટલાંક ટાસ્ક આ ઇન્ડોર સેટ પર ભજવવામાં આવશે. તો કેટલાંકનું શૂટિંગ આઉટડોર કરવામાં આવશે. આ શૉ સ્ટાર ભારત પર 19 જૂનથી રાત્રે 8 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર