Home /News /entertainment /

Mia Khalifa Divorce: પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલીફાએ કરી છૂટાછેડાની જાહેરાત, પોસ્ટમાં લખ્યું કંઈક આવું..

Mia Khalifa Divorce: પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલીફાએ કરી છૂટાછેડાની જાહેરાત, પોસ્ટમાં લખ્યું કંઈક આવું..

મિયા ખલિફાની ફાઈલ તસવીર

Mia Khalifa divorce: છૂટાછેડાના નિર્ણય અંગે મિયા ખલિફાનું કહેવું છે કે, તેમણે તેમના લગ્નજીવનને આગળ વધારવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તેનું સારું પરિણામ મળ્યું નથી. હવે મિયા ખલિફા અને તેના પતિ રોબર્ટ સૈન્ડબર્ગે એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું છે.

વધુ જુઓ ...
પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલીફા (Mia Khalifa) ફરીથી માધ્યમોમાં છવાઈ ગઈ છે. આ વખતે મિયા ખલીફાનું અંગત જીવન ચર્ચાનો વિષય બન્યું છે. લોકડાઉન દરમિયાન લગ્ન કરનાર મિયા ખલિફાએ સોશિયલ મીડિયા પર પતિ સાથે છૂટાછેડા (Mia Khalifa Divorce)ની જાહેરાત કરતા અનેક તેના ફેન્સને આંચકો લાગ્યો છે.

મિયા ખલિફાએ બે વર્ષ પહેલાં લોકડાઉન દરમિયાન રોબર્ટ સૈન્ડબર્ગ (Robert Sandberg) સાથે લગ્ન કર્યા હતા. છૂટાછેડાના નિર્ણય અંગે મિયા ખલિફાનું કહેવું છે કે, તેમણે તેમના લગ્નજીવનને આગળ વધારવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા. પરંતુ તેનું સારું પરિણામ મળ્યું નથી. હવે મિયા ખલિફા અને તેના પતિ રોબર્ટ સૈન્ડબર્ગે એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, પતિ પત્નીએ લગ્ન બચાવવા માટે તજજ્ઞની સલાહ અને થેરાપી પણ લીધા છે. પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. મિયા ખલીફાએ પોસ્ટમાં લખ્યું છે કે, અમારા લગ્ન ટક્યા રહે તે માટે અમે પૂરતા પ્રયત્નો કર્યા હોવાનું અમે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ પણ વાંચોઃ-હું સક્ષમ છું.. હું મજબૂર છું', લોકોને ભાવુંક કરી રહી છે મંદિરા બેદીની પોસ્ટ

પરંતુ એકાદ વર્ષ સુધી થેરાપી લેવા અને બધા જ પ્રયાસો બાદ પણ અમે અલગ થઈ રહ્યા છીએ. અમે એક બીજાના મિત્રો રહીશું. અમે વાસ્તવમાં થાકી ગયા છીએ. અમારા અલગ થવા પાછળ કોઈ ઘટના કે મતભેદ નથી. જેથી અમે એકબીજાની પ્રેમ અને સન્માન કરીશું.

તેણે વધુમાં લખ્યું છે કે, અમારા બંનેમાંથી કોઈ પણ એકબીજા પર આરોપ લગાવી શકે નહીં. અમે કોઈ પસ્તાવા વગર આ ચેપ્ટર બંધ કરી રહ્યા છીએ. હવે અલગ અલગ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જોકે, અમે અમારા પરિવાર, મિત્રો અને પાલતુ ડોગ સાથે જોડાયેલા રહીશું. આવુ તો પહેલા જ થઈ જવાનું હતું પણ અમે સમય લીધો અને અમે તે વાતથી ખુશ છીએ.
First published:

Tags: Mia khalifa, Mia Khalifa Bold Photo, Porn Star

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन