Home /News /entertainment /

#MeToo: 'એક રાતનો સાથ નહીં આપે તો લોન્ચ નહીં કરું,' સુભાષ ઘાઇ સામે ફરિયાદ

#MeToo: 'એક રાતનો સાથ નહીં આપે તો લોન્ચ નહીં કરું,' સુભાષ ઘાઇ સામે ફરિયાદ

આરોપ લગાવનાર કેટ શર્મા

આરોપ લગાવ્યો છે કે, 'ડાયરેક્ટરે મને તેમના ઘરે બોલાવીને જબરદસ્તી મને ભેટવા અને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.'

    એક્ટર અને મોડલ કેટ શર્માએ બોલિવૂડના ડાયરેક્ટર સુભાષ ઘાઇ વિરુદ્ધ મુંબઇના વરસોયા પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે, 'ડાયરેક્ટરે મને તેમના ઘરે બોલાવીને જબરદસ્તી મને ભેટવા અને કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો.' આ ફરિયાદ પછી સુભાષ ઘાઇએ ટ્વિટર પર લખ્યું છે કે આ મામલે મારા વકીલ આગળની કાર્યવાહી કરશે.

    તેણે આરોપ લગાવતા કહ્યું કે, 'ઓગસ્ટ 6ના દિવસે તેમણે મને ઘરે બોલાવી હતી. ત્યાં પહેલાથી જ પાંચથી છ જણ હાજર હતાં. તેમણે બધાની સામે કહ્યું કે તુ મને મસાજ કરી આપ. હું તેમનું સન્માન કરતી હતી એટલે મેં તેમને મસાજ કરી આપ્યો. જે બાદ હું મારા હાથ ધોવા ગઇ ત્યારે તે મારી પાછળ આવ્યાં અને તેમણે કહ્યું મારે તને વાત કહેવી છે તો તુ મારા રૂમમાં આવ. જે પછી તે મને એકદમ ભેટી પડ્યા અને કિસ કરવાનો પ્રયત્ન કર્યો.'

    તેણે એ પણ આરોપ લગાવતા કહ્યું છે કે, 'ત્યારે મેં તેમને કહ્યું કે મને જવા દો ત્યારે તે મને ધમકાવતા હોય તેમ કહ્યું કે જો તુ મારી સાથે એક રાત નહીં રહે તો હું તને લોન્ચ નહીં કરૂં.'

    જોકે સુભાષ ઘાઇએ આ તમામ આરોપોને નકાર્યા હતાં અને માનહાનીનો દાવો કરવાની વાત કહી હતી. આ દરમિયાન આજે એટલે રવિવારે સવારે સુભાષ ઘાઇએ ટ્વિટ કર્યું છે જેમાં તે આરોપોથી દુખી લાગી રહ્યાં છે.



    સુભાષ ઘાઇએ ટ્વિટ કર્યું કે, "હું મહિલા સશક્તિકરણ અને #MeToo કેમ્પેઇને સપોર્ટ કરૂં છું. જે કેટલાક લોકો આ કેમ્પેઇન દ્વારા લાઇમલાઇટમાં રહેવા માટે અકારણ ફાયદો ઉઠાવી રહ્યાં છે તે આને બરબાદ કરી રહ્યાં છે. મને અને મારી પ્રતિષ્ઠાને કોઇ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે તો ઘણું દુખ થાય છે. મારા વકીલ આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરશે."

    કેટ શર્માની બર્થડે પાર્ટી વખતની તસવીર


    કેટે પહેલા ટીવીમાં કર્યું છે કામ

    કેટ શર્મા સ્ટાર પ્લસના શો મેરી દુર્ગામાં દેખાઇ હતી. મેરી દુર્ગા સીરિયલ બાદ તે સુભાષ ઘઈની ફિલ્મ એતરાઝની સિક્વલ ઐતરાઝમાં નજર આવવાની છે. રિપોર્ટસ અનુસાર, ઐતરાઝની સિક્વલ સાઈન કર્યા બાદ જ સુભાષ ઘઈ અને કેટ વચ્ચે બોન્ડિંગ સારુ થયું હતું. એટલું જ નહિ, કેટના જન્મદિવસ પર સુભાષ ઘઈએ એક શાનદાર પાર્ટી પણ આપી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kate Sharma, Metoo, Subhash Ghai, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन