Home /News /entertainment /

Met Gala 2022: હિલેરી ક્લિન્ટનની 21 વર્ષ પછી રીગલ એન્ટ્રી, મરૂન ગાઉનમાં દેખાઇ સાદગી

Met Gala 2022: હિલેરી ક્લિન્ટનની 21 વર્ષ પછી રીગલ એન્ટ્રી, મરૂન ગાઉનમાં દેખાઇ સાદગી

21 વર્ષ પછી હિલેરી ક્લિન્ટનની મેટ ગાલામાં રીગલ એન્ટ્રી

ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડી અને સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને (Hillary Clinton) મેટ ગાલા 2022ના (Met Gala 2022) રેડ કાર્પેટ પર પોતાની અદાઓ ફ્લોન્ટ કરી. તેણે 21 વર્ષ પછી આ શોમાં ભાગ લીધો અને અમેરિકાની ઐતિહાસિક મહિલાઓને શ્રદ્ધાંજલિ આપી.

વધુ જુઓ ...
    અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને (Hillary Clinton) સોમવારે મેટ ગાલામાં લગભગ 21 વર્ષ બાદ શાનદાર વાપસી કરી હતી. હિલેરી ક્લિન્ટને સ્ટાર-સ્ટડેડ મેટ ગાલા 2022ના (Met Gala 2022) રેડ કાર્પેટ પર લાલ સેટિન ગાઉન પહેર્યો હતો. આ ડ્રેસમાં હિલેરી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે તેના દેખાવને સરળ રાખ્યો અને તેના ડ્રેસને મસ્ટર્ડ ક્લચ સાથે પેર કર્યો. જો કે, એક વસ્તુએ દરેકનું ધ્યાન ખેંચ્યુ છે અને તે છે રીગલ ગાઉન પર એમ્બ્રોઇડરી કરેલું નામ. તેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

    હિલેરી ક્લિન્ટનના (Hillary Clinton Pay Tribute) ડ્રેસ પર ઐતિહાસિક અમેરિકન મહિલાઓના નામો સાથે એમ્બ્રોઇડરી કરેલી છે જેમની પાસેથી તેમણે પ્રેરણા લીધી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, હિલેરીના ડ્રેસમાં મેડલિન આલ્બ્રાઈટ, એબીગેલ એડમ્સ, હેરિયેટ ટબમેન, રોઝા પાર્ક્સ, લેડી બર્ડ જોન્સન અને ક્લિન્ટનની માતા ડોરોથી રોધમના નામ સામેલ હતા.



    હિલેરી ક્લિન્ટનના (Hillary Clinton Gown Dress) ડ્રેસ વિશે વાત કરતાં, તેણે વોગને કહ્યું કે અમેરિકન ઇતિહાસની પ્રખ્યાત મહિલાઓના નામ ડિઝાઇનર અલ્ટુઝારાના હસ્તાક્ષરનો ઉપયોગ કરીને લખવામાં આવ્યા છે. આ નામો મરૂન ગાઉન પર હાથથી ભરતકામ કરેલા હતા. આ અદભૂત ગાઉનમાં, હિલેરીએ 21 વર્ષ પછી મેટ ગાલામાં પુનરાગમન કર્યું.

    આ પણ વાંચો -Malaika Aroraએ તેની નો-મેકઅપ તસવીરો શેર કરી, કપાળ પર ઇજાના નિશાને લોકોનું ધ્યાન ખેંચ્યુ

    હિલેરી ક્લિન્ટને છેલ્લે 2001માં મેટ ગાલામાં હાજરી આપી હતી. તે સમયે, તેણે પ્રથમ મહિલા તરીકે જેકી કેનેડીના યુગને ટ્રિબ્યુટ આપ્યું હતુ. રેડ કાર્પેટ પર, તેણે પત્રકાર હેમિશ બાઉલ્સ સાથે વાત કરી અને વચન આપ્યું કે તે દર 20 વર્ષે જ આવશે. આ વચન મુજબ તેણે આ વર્ષે મેટ ગાલામાં ભાગ લીધો હતો.

    આ પણ વાંચો -તનુશ્રી દત્તાનો મંદિરે જતી વખતે થયો અકસ્માત, કહ્યું- થોડા ટાંકા આવ્યા, પણ મહાકાલ દેખાઈ ગયા

    રેડ કાર્પેટ પર વેનેસા હજિન્સ અને બાઉલ્સ સાથે વાત કરતા, હિલેરી ક્લિન્ટને કહ્યું, "મને લાગે છે કે અમે બધા એકસાથે પુનરાગમન કરવા માટે ખુશ છીએ, મ્યુઝિયમ અને કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યુશન તેનું સમર્થન કરે છે અને અમેરિકાની ઉજવણી કરે છે. અમેરિકાની ફેશન જ નહીં, અમેરિકાની લાગણી પણ બતાવી રહ્યા છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Hollywood

    આગામી સમાચાર