હોળી પર ટી સીરિઝે એક્ટ્રેસ જેકલીન (Jacqueline fernandez) અને બિગ બોસ 13 ફેમ આસિમ રિયાઝ (Asim Riaz)નું મચ અવેટેડ ગીત 'મેરે અંગને મેં' (Mere Angne Mein 2.0) રીલિઝ કર્યું છે. અને આ ગીત આવવાની સાથે જ છવાઇ ગયું છે. આ વીડિયોમાં જેકલીનના મસ્ત ડાન્સ મૂવ્સ સાથે આસિમની મસ્તી નજરે પડે છે. અને આ ગીત રીલિઝની સાથે જ સોશિયલ મીડિયામાં છવાઇ ગયું છે. હોળી સ્પેશ્યલ આ ગીત અમિતાભ બચ્ચનના જાણીતા ગીત 'મેરે અંગે મે'નું રિક્રેએટ છે.
આ ફિલ્મમાં આસિમ થોડા પાર્ટ માટે જ દેખાય છે. અને ગીતમાં હસ્ટ્રી અને ટાઇમ ટ્રાવેલનો ટ્વિસ્ટ એડ કરવામાં આવ્યો છે. ગીતમાં જેકલીનને એક રાજકુમારી તરીકે રજૂ કરવામાં આવી છે. જે પોતાના લગ્નની ખબરથી દુખી છે. અને તેવામાં જ એક ટાઇમ ટ્રાવેલ કરીને આસિમ રિયાઝ આવે છે. અને જેકલીનને ત્યાંથી લઇ જાય છે. અને પાછા બંને ટાઇમ ટ્રાવેલ કરીને આજના સમયમાં આવી જાય છે. જેકલીન આ ગીતમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તો આસિમ પણ આ ગીતમાં તેમના કૂલ અંદાજમાં નજરે પડે છે. અને ગીતમાં બંનેની સરસ કેમેસ્ટ્રી પણ જોવા મળે છે.
ત્યારે હોળી ધૂળેટીના આ ઉત્સવ દરમિયાન આ હોળી સ્પેશ્યલ ગીત દર્શકોને ગમશે તેવું મનાઇ રહ્યું છે. તમે પણ આ ગીત જુઓ અહીં.
ઉલ્લેખનીય છે કે બિગ બોસ 13ની લોકપ્રિયતાના કારણે જ આસિમને આ ગીત મળ્યું છે. અને લાંબા સમયથી આસિમ રિયાઝના ફેન્સ આ ગીતની રીલિઝની રાહ જોઇ રહ્યા હતા.
Published by:Chaitali Shukla
First published:March 09, 2020, 12:47 pm