Home /News /entertainment /

હવે ઈ-કાર થશે વધુ અનુકૂળ: Mercedes-Benzએ સિંગલ ચાર્જમાં 1000 કિમીનું અંતર કાપતી કાર કરી તૈયાર

હવે ઈ-કાર થશે વધુ અનુકૂળ: Mercedes-Benzએ સિંગલ ચાર્જમાં 1000 કિમીનું અંતર કાપતી કાર કરી તૈયાર

મર્સિડીઝ બેન્ઝ ઈલેક્ટ્રીક કાર

Mercedes-Benz E-Car : કાર કમ્પેરિઝન પોર્ટલ carwow અનુસાર બજારમાં મર્સિડીઝના ઇક્યુએસની અત્યાર સુધીની સૌથી વધુ રેન્જ છે. આ રેન્જ 768 કિમીની છે. ત્યારબાદ ટેસ્લાની મોડેલ એસ લોંગ રેન્જ (652 કિ.મી.)નો ક્રમ આવે છે

  મર્સિડીઝ-બેન્ઝ (Mercedes-Benz) ઓછામાં ઓછી ઉર્જાનો વપરાશ કરતી ઇલેક્ટ્રિક કાર (E-Car)નું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે. કંપની 10 કિલોવોટ - અવર્સ (kilowatt-hours)માં 100 કિલોમીટર કાર ચલાવવા ઈચ્છે છે. આ બાબતે ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) એ ગુરુવારે જાણકારી આપી હતી. કંપનીનો આ ટાર્ગેટ ઇલેક્ટ્રિક કાર માટેની વર્તમાન સરેરાશ કરતા ત્રીજા ભાગથી વધુની ક્ષમતાનો છે.


  કંપનીએ તાજેતરમાં ઇક્યુએક્સએક્સ પ્રોટોટાઇપ વાહનથી જર્મનીના સિન્ડલફિન્જેનથી કોટ ડી'અઝુર સુધીના 1,000 કિ.મી.થી વધુનું અંતર કાપ્યું હતું. આ સફળ પરીક્ષણ એક જ ચાર્જમા થયું હતું. ત્યારે સીટીઓ માર્કસ શેફરે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રીસિટીને મહત્તમ બનાવવા માટે કાર્યક્ષમ ડિઝાઇન ચાવીરૂપ છે.  શેફરે મીડિયા રાઉન્ડટેબલમાં જણાવ્યું હતું કે, પહેલા અમે કાર્યક્ષમતાને ઓપ્ટિમાઇઝ કરીએ છીએ અને પછી કારમાં કેટલી બેટરી મોડ્યુલ મૂકીએ શકાય તે તપાસીએ છીએ. ગ્રાહકો તેમની જરૂરિયાતોના આધારે તેમને જોઈતી બેટરીનું કદ નક્કી કરી શકે તે જરૂરી છે.


  ઉલ્લેખનીય છે કે, મર્સિડીઝ-બેન્ઝથી ટેસ્લા અને ચીનના નીયો સુધીના કાર ઉત્પાદકો વચ્ચે ટોચની શ્રેણીની કારનું ઉત્પાદન કરવાની ગળાકાપ હરીફાઈ છે. જેના કારણે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવની ગ્રાહકોની ચિંતાને દૂર થઈ શકે છે.


  મર્સિડીઝે જાન્યુઆરીમાં તેના વિઝન ઇક્યુએક્સએક્સ (Vision EQXX) પ્રોટોટાઇપનું અનાવરણ કર્યું હતું, જેમાં 1,000 કિ.મી.ની રેન્જ હતી, જેની બેટરી તેના ફ્લેગશિપ ઇક્યુએસ મોડેલના વોલ્યુમ કરતા અડધી હતી. આ દરમિયાન કારના કેટલાક કોમ્પનેન્ટ 2-3 વર્ષના સમયગાળામાં આવી જશે તેવું પણ જણાવાયું હતું.


  મર્સિડીઝ બેન્ઝે જણાવ્યું હતું કે, આ કારમાં ફ્રાન્સ જવા સાડા અગિયાર કલાકની ડ્રાઈવ પર 100 કિમી દીઠ 8.7 કિલોવોટ કલાકની ઊર્જા વપરાઈ હતી, જે બજારમાં મર્સિડીઝ કે ટેસ્લા કાર સામે લાંબી રેન્જની કાર છે.

  કાર કમ્પેરિઝન પોર્ટલ carwow અનુસાર બજારમાં મર્સિડીઝના ઇક્યુએસની અત્યાર સુધીની સૌથી વધુ રેન્જ છે. આ રેન્જ 768 કિમીની છે. ત્યારબાદ ટેસ્લાની મોડેલ એસ લોંગ રેન્જ (652 કિ.મી.)નો ક્રમ આવે છે.


  આ પણ વાંચોBusiness Idea: આખા વર્ષ દરમિયાન રહે છે લીંબુની માંગ, જો તમે આ રીતે તેની ખેતી કરશો તો થશો માલામાલ

  શેફરે આ સાથે જ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મુક્યો હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે રેન્જ સુધરશે તેવા સંકેત પણ તેમણે આપ્યા હતા. જોકે તેમણે ભવિષ્યના મોડેલોમાં મર્સિડીઝ કઈ રેન્જનો ટાર્ગેટ રાખી રહી છે તે જણાવવાનો ઇનકાર કર્યો હતો.

  First published:

  Tags: Electric car, Electric cars, Electric vehicle, Electric vehicle policy, Gujarati tech news, Mercedes, Mercedes Benz, Technology news

  આગામી સમાચાર