Home /News /entertainment /પાકિસ્તાની વાયરલ ગર્લના નવા વિડીયો પર ભડક્યા યુઝર્સ, કહ્યું- ‘વિડીયો એક જ વાર વાયરલ થાય’

પાકિસ્તાની વાયરલ ગર્લના નવા વિડીયો પર ભડક્યા યુઝર્સ, કહ્યું- ‘વિડીયો એક જ વાર વાયરલ થાય’

પાકિસ્તાની વાયરલ ગર્લ આયેશાનો નવો વીડિયો વાયરલ

પાકિસ્તાની ગર્લ આયેશા (Viral Pakistani Girl Ayesha) ફરી એકવાર ચર્ચામાં આવી છે. આયેશાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વધુ એક ડાન્સ વિડીયો (Oye Ayesha New Viral Video) શેર કર્યો છે.

     મિત્રના લગ્નમાં 'મેરા દિલ યે પુકારે' ગીત પર ડાન્સ કરીને રાતોરાત સ્ટાર બનેલી પાકિસ્તાની ગર્લ આયેશા (Viral Pakistani Girl Ayesha) ફરી એકવાર ચર્ચામાં આવી છે. આયેશાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વધુ એક ડાન્સ વિડીયો (Oye Ayesha New Viral Video) શેર કર્યો છે, જે હાલ જબરદસ્ત હેડલાઇન્સમાં છે.


    લેટેસ્ટ વિડીયોમાં આ વાયરલ યુવતી હરિયાણવી સિંગર પ્રાંજલ દહિયાના ગીત 'દિલ તા તુ પહેલે હી લેગ્યા' પર મૂવ્સ કરતી જોવા મળી રહી છે. જો કે આ વખતે તેને વખાણ ઓછા અને ટ્રોલ (Oye Ayesha Trolled) વધારે કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે આયેશાના અગાઉ વાયરલ થયેલા વિડીયોમાં તેને ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં ખૂબ જ ફેમસ થઇ ગઇ હતી. તેના આ એક વિડીયોના કારણે રાતોરાત તેના ફોલોઅર્સ વધી ગયા હતા.









    View this post on Instagram






    A post shared by AYESHA (@oyee_ayesha)






    આ પણ વાંચો :  અનન્યા પાંડેએ ફક્ત ટીશર્ટ પહેરીને બતાવ્યુ કર્વી ફિગર, સોશિયલ મીડિયા પર મચી સનસની

    શું છે વાયરલ વિડીયોમાં?



    હાલમાં જ શેર કરવામાં આવેલા આ વિડીયોમાં આયેશા ગ્રીન કલરનું સૂટ પહેરીને ગાર્ડનમાં ઉભી જોવા મળી રહી છે. જો કે હરિયાણવી ગીત પર ડાન્સ કરીને પાકિસ્તાની યુવતી પહેલા જેવી વાહવાહી ન જીતી શકી. ઉલ્ટાનું આ વખતે તેને ટ્રોલર્સે ટાર્ગેટ કરી હતી.


    વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, એક જ જગ્યાએ ઊભી-ઊભી ડાન્સ કરી રહી છે. તો બીજાએ કમેન્ટ કરી – આ જમીન સાથે ચોંટી ગઇ છે. જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, વિડીયો એક જ વખત વાયરલ થાય છે. તો વધુ એક યુઝરે કહ્યું કે, જરૂરી નથી કે જે ભૂલમાં ફેમસ થયું હોય તેનું કન્ટેન્ટ સારું જ હોય, ઉદાહરણ બધાની સામે છે.



    કોણ છે વાયરલ ગર્લ આયેશા?



    લાહોરની રહેવાસી આયેશા જાણીતી ટીકટોક સ્ટાર છે. હાલમાં જ આયેશા તેની ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા આવી હતી. અહીં તેમણે લતા મંગેશકરના ગીત 'મેરા દિલ યે પુકરે આજા' પર લોકોના કહેવા પર ડાન્સ કર્યો હતો. કોઈએ આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો અને પછી તે જોરદાર વાયરલ થવા લાગ્યો. પોતાના ડાન્સના કારણે આયેશાને પાકિસ્તાનની સાથે સાથે ભારતમાં પણ ઘણી ઓળખ મળી હતી. જો કે હવે નવી પોસ્ટ સામે આવ્યા બાદ લોકો તેના પર ખૂબ નિશાન સાધતા જોવા મળી રહ્યા છે.


    First published:

    Tags: Going Viral, Latest viral video, Social Media Viral, Viral Vedio

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો