Home /News /entertainment /

Mehmood Birthday Special: ‘કિંગ ઓફ કોમેડી’ મહેમૂદને જ્યારે કહેવામાં આવ્યું કે- ‘જરૂરી નથી કે એક અભિનેતાનો દીકરો અભિનેતા જ બને’

Mehmood Birthday Special: ‘કિંગ ઓફ કોમેડી’ મહેમૂદને જ્યારે કહેવામાં આવ્યું કે- ‘જરૂરી નથી કે એક અભિનેતાનો દીકરો અભિનેતા જ બને’

મેહમૂદના જન્મદિવસે જાણો તેમના જીવનની ખાસ વાત

Happy Birthday Mehmood: જાણીતાં મહાન એક્ટર અને કોમેડિયન મહેમૂદ અલીનો 29 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. લગભગ પાંચ દાયકા સુધી લોકોને હસાવનારા મહેમૂદને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘કિંગ ઓફ કોમેડી’નું બિરુદ મળ્યું હતું. જાણો તેમના સંઘર્ષણની આ ખાસ કહાણી

વધુ જુઓ ...
  પોતાના આગવા અંદાજ, હાવભાવ અને અદભુત અવાજ માટે જાણીતાં મહાન એક્ટર અને કોમેડિયન (Mehmood ali) મહેમૂદ અલી (Happy Birthday Mehmood Ali)નો 29 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. લગભગ પાંચ દાયકા સુધી લોકોને હસાવનારા મહેમૂદને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘કિંગ ઓફ કોમેડી’ (King of Comedy)નું બિરુદ મળ્યું હતું. જોકે, તેમની આ મહાન સફળતા પાછળનો સંઘર્ષ પણ એટલો જ મહાન હતો. તેમણે એવી પણ સાંભળ્યું હતું કે ના તો તેઓ અભિનય કરી શકે છે અને ના તો ક્યારેય અભિનેતા બની શકે છે.

  મહેમૂદ અલીનો જન્મ 29 સપ્ટેમ્બર 1933ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા મુમતાઝ અલી (Mumtaz Ali) બોમ્બે ટોકીઝ સ્ટુડિયોમાં કામ કરતા હતા. ઘરની આર્થીક જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહેમૂદ મલાડ અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેનમાં ટોફી વેચતા હતા. મહેમૂદને બાળપણથી જ અભિનયમાં રસ જાગ્યો હતો.

  પોતાના પિતાની ભલામણથી જ તેઓ 1943માં બોમ્બે ટોકીઝની ફિલ્મ ‘કિસ્મત’થી અભિનય ક્ષેત્રે પોતાની કિસ્મત આજમાવી હતી. આ ફિલ્મમાં તેમણે અભિનેતા અશોક કુમારના બાળપણનો રોલ કર્યો હતો.

  ફિલ્મો માટે બન્યા ડ્રાઈવર

  આ દરમ્યાન તેમણે ગાડી ચલાવતાં શીખી અને નિર્માતા જ્ઞાન મુખર્જી પાસે ડ્રાઈવર તરીકે કામ કરવા લાગ્યા. તેનું મુખ્ય કારણ એ હતું કે એ બહાને તેઓ દરરોજ સ્ટુડિયો જવાનો મોકો મળી જતો અને તેઓ કલાકારોને નજીકથી જોઈ શક્તા. ત્યારબાદ મહેમૂદે ગીતકાર ગોપાલસિંહ નેપાળી, ભરત વ્યાસ, રાજા મહેંદી અલી ખાન અને નિર્માતા પીએલ સંતોષીના ઘરે પણ ડ્રાઈવર તરીકે કામ કર્યું. મહેમૂદનું નસીબ ત્યારે પલટ્યું જ્યારે ફિલ્મ ‘નાદાન’ના શૂટિંગ દરમ્યાન અભિનેત્રી મધુબાલાની સામે એક જુનીયર કલાકાર સતત 10 રિટેક બાદ પણ પોતાનો ડાયલોગ બોલી ન શક્યો. ફિલ્મ નિર્દેશક હીરા સિંહે મહેમૂદને ડાયલોગ બોલવા આપ્યો અને એ સીન એક વારમાં જ ઓકે થઈ ગયો.

  ‘ના’ને ‘હા’માં બદલી મહેમૂદે

  આ ફિલ્મથી મહેમૂદને 300 રૂપિયા મળ્યા જ્યારે ડ્રાઈવર તરીકે તેઓ મહિને ફક્ત 75 રૂપિયા કમાતા હતા. એ પછી મહેમૂદે ડ્રાઈવરનું કામ છોડી દીધું અને પોતાનું નામ જુનીયર આર્ટિસ્ટ એસોસિએશનમાં નોંધાવ્યું. અહીંથી ફિલ્મોમાં તેમના સંઘર્ષની વાર્તા શરુ થઈ. ત્યારબાદ મહેમૂદે જુનીયર આર્ટિસ્ટ તરીકે ‘દો બીઘા જમીન’, ‘જાગૃતિ’, ‘સીઆઈડી’, ‘પ્યાસા’ વગેરે ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા જેનાથી તેમને ખાસ ફાયદો ન થયો. મહેમૂદ અંગે એબીએમનો અભિપ્રાય એવો હતો કે તેઓ ના તો ક્યારેય અભિનય કરી શકે છે અને ના એક અભિનેતા બની શકે છે. ત્યારબાદ આ બેનરનો અભિપ્રાય તો બદલ્યો, પણ સાથે મહેમૂદને લઈને તેમણે ‘મૈં સુંદર હૂં’ ફિલ્મ પણ બનાવી.

  કમાલ અમરોહીએ ખરું-ખોટું સંભળાવ્યું

  આ દરમ્યાન મહેમૂદ પોતાના સગાં કમાલ અમરોહી (Kamal Amrohi) પાસે ફિલ્મમાં કામ માગવા માટે ગયા તો તેમણે મહેમૂદને સંભળાવી દીધું કે, ‘તમે અભિનેતા મુમતાઝ અલીના પુત્ર છો અને જરૂરી નથી કે એક અભિનેતાનો દીકરો પણ અભિનેતા જ બને. તમારી પાસે ફિલ્મોમાં અભિનય કરવાની લાયકાત નથી. તમે ઈચ્છો તો મારી પાસેથી પૈસા લઈને અન્ય કોઈ ધંધો શરુ કરી શકો છો.’ આ વાતથી નિરાશ થવાને બદલે મહેમૂદે પડકારથી લડવાનો નિર્ણય કર્યો.
  ‘છોટી બહન’થી મળી સફળતા...

  આ દરમ્યાન મહેમૂદે સંઘર્ષ ચાલુ જ રાખ્યો. ટૂંક સમયમાં તેમની મહેનત રંગ લાવી અને 1958માં ફિલ્મ ‘પરવરિશ’માં તેમને એક સારો રોલ મળ્યો. આ ફિલ્મમાં મહેમૂદે રાજ કપૂરના ભાઈનો રોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે એલવી પ્રસાદની ફિલ્મ ‘છોટી બહન’ (Chhoti Behen) માં કામ કરવાનો મોકો મળ્યો અને આ ફિલ્મ તેમના કરિયરની મહત્વની ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મ માટે મહેમૂદને 6000 રૂપિયા મળ્યા હતા. 1961માં મહેમૂદે ‘સસુરાલ’ (Sasural) ફિલ્મમાં કામ કર્યું ને આ ફિલ્મની સફળતા બાદ તેમણે હાસ્ય અભિનેતા તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Bollywood News in Gujarati, Comedian, Mehmood

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन