Home /News /entertainment /

Meghna Gulzar Birthday: પહેલી ફિલ્મ ફ્લોપ થઈ તો 12 વર્ષ પછી કરી કમબેક, વાંચો ન સાંભળેલી વાતો

Meghna Gulzar Birthday: પહેલી ફિલ્મ ફ્લોપ થઈ તો 12 વર્ષ પછી કરી કમબેક, વાંચો ન સાંભળેલી વાતો

મેઘના ગુલઝાર જન્મદિવસ

બોલિવૂડની મહિલા દિગ્દર્શકો (Directors)માંની એક મેઘના ગુલઝાર (Meghna Gulzar Birthday)નો આજે જન્મદિવસ છે. મેઘના ગુલઝાર હિન્દી સિનેમા (Hindi Cinema) ના શ્રેષ્ઠ લેખક ગુલઝાર (Gulzar)ની પુત્રી છે.

    મુંબઈ : બોલિવૂડની મહિલા દિગ્દર્શકો (Directors)માંની એક મેઘના ગુલઝાર (Meghna Gulzar Birthday)નો આજે જન્મદિવસ છે. મેઘના સિનેમાની દુનિયામાં તેની શ્રેષ્ઠ ફિલ્મો (Films) માટે જાણીતી છે. તમને જણાવી દઈએ કે, મેઘના ગુલઝાર હિન્દી સિનેમા (Hindi Cinema) ના શ્રેષ્ઠ લેખક ગુલઝાર (Gulzar)ની પુત્રી છે. મેઘનાનો જન્મ 13 ડિસેમ્બર 1973ના રોજ થયો હતો. આવો, અભિનેત્રીના જન્મદિવસના આ ખાસ અવસર પર, ચાલો જાણીએ મેઘનાના જીવન સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો.

    મેઘનાનો જન્મ મુંબઈમાં થયો હતો. ગુલઝાર અને તેમની પત્ની રાખી તેમના જન્મ પછી અલગ થઈ ગયા હતા. મેઘનાએ તેના પિતાનો સાથ ન છોડ્યો અને તેણે મુંબઈમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા બાદ તેણે પિતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું વિચાર્યું.

    કારકિર્દીની શરૂઆત

    બહુ ઓછા લોકો જાણે છે કે મેઘનાએ પોતાના કરિયરની શરૂઆત એક અંગ્રેજી અખબારથી કરી હતી. મેઘના ત્યાં ફ્રીલાન્સિંગ રાઈટર તરીકે કામ કરતી હતી. જે બાદ તે સીધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળી. જે પછી તેણે શરૂઆતના તબક્કામાં હિન્દી સિનેમાના જાણીતા નિર્દેશક સઈદ મિર્ઝાને આસિસ્ટ કર્યા.

    આસિસ્ટ કર્યા પછી, મેઘના ન્યૂયોર્ક ગઈ અને ફિલ્મ મેકિંગનો શોર્ટ કોર્સ કર્યા પછી, મેઘના ભારત પરત આવી અને પછી તેના પિતાની ફિલ્મ માચીસ અને હુતુતુમાં તેને આસિસ્ટ કર્યા. તે જ સમયે, તેણે ઘણી ડોક્યુમેન્ટ્રી અને મ્યુઝિક આલ્બમ્સ પણ બનાવ્યા.

    નવી ઇનિંગ્સની શરૂઆત

    મેઘનાએ 2002માં તબ્બુ અને સુષ્મિતા સેન અભિનીત ફિલ્મ ફિલહાલથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ પછી મેઘનાએ વર્ષ 2015માં ફિલ્મ 'તલવાર'થી કમબેક કર્યું હતું. જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી એટલું જ નહીં પરંતુ વિવેચકોના દિલ પણ જીતી લીધા. આ ફિલ્મ નોઈડાના સૌથી પ્રખ્યાત આરુષિ મર્ડર કેસ પર આધારિત હતી. દર્શકોએ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો. આ ફિલ્મમાં તેણે ઈરફાન ખાન સાથે કામ કર્યું હતું.

    આલિયા ભટ્ટ સાથે 'રાઝી' બનાવી

    તલવાર ફિલ્મે મેઘનાનો ઉત્સાહ વધાર્યો હતો. જે બાદ તેણે 2018માં પોતાની ફિલ્મ રાઝી કરી હતી. મેઘનાએ આ ફિલ્મ માટે વિકી કૌશલ અને આલિયા ભટ્ટની જોડી પસંદ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ માટે મેઘનાને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.

    આ પણ વાંચો2020-21ની બોલીવૂડની ટોપ-10 વેબ સિરીઝ, જોવાનું ચૂકશો નહીં

    દીપિકા સાથે છપાક

    2020 ની શરૂઆતમાં, મેઘનાએ તેની ફિલ્મ છપાક રિલીઝ કરી. આ ફિલ્મમાં દીપિકા એસિડ સર્વાઈવર લક્ષ્મીનું પાત્ર ભજવી રહી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી પરંતુ આ ફિલ્મને ક્રિટિસ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन