મળો TikTokની મધુબાલાને, જેણે સોશિયલ મીડિયાને કર્યું ઘેલું

મધુબાલા

ટિકટૉક પર આ યુવતી એક વીડિયો મૂકી છવાઇ ગઇ, બધા કહે છે તેને આજની મધુબાલા

 • Share this:
  ટિકટૉક (TikTok)ના વીડિયા પર તમને અલગ અલગ લોકો, અનોખા ડાયલૉગ અને વીડિયો (viral video) કન્ટેન્ટ મૂકતા નજરે પડશે. આ વીડિયો શેરિંગ Appમાં તમને વિવિધ પ્રકારનું કન્ટેન્ટ મળતું રહે છે. બસ તમારે તેમાં સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને બની શકે કે તમને કંઇક રસપ્રદ વીડિયો જોવા મળી જાય. જે બીજા બધા કરતા કંઇક અનોખું હોય! TikTok App ચોક્કસપણે અનેક લોકોને આગવી ઓળખ આપી છે.  તેમાં પણ જો તમે બોલીવૂડમાં કે સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માંગતા હોવ તો, આ પ્લેટફોર્મ તમારા માટે શ્રેષ્ઠ છે. શું તમને થોડા સમય પહેલા સલમાન ખાનનો લૂક લાઇકનો ટિકટૉક વીડિયો યાદ છે. જેણે સોશિયલ મીડિયામાં વાહ વાઇ મેળવી હતી. ત્યારે હવે સલમાન ખાન પછી હવે અમને તમને ટિકટૉકની મધુબાલાને બતાવીશું. આ યુવતી એકદમ મધુબાલા જેવી લાગે છે. અને તેનો અભિયન હાથ અને આંખો હલાવાની સ્ટાઇલ પણ એકદમ મધુબાલા જેવી જ છે. તેને જોઇને એક ક્ષણ માટે લાગે છે કે શું મધુબાલા પાછી તો જીવીત નથી થઇ ને!


  આ યુવતીનું નામ છે પ્રિયંકા ખંડેવાલ. પ્રિયંકાએ તેના ટિકટૉક પરથી અનેક વીડિયો શેર કર્યા છે. જેને અનેક લોકો પસંદ પણ કરી રહ્યા છે. સાથે લોકોનું પણ માનવું છે કે તે ખરેખરમાં મધુબાલા જેવી જ દેખાય છે!.


  માનવામાં ના આવતું હોય તો આ ટિકટૉક વીડિયો તમે જાતે જ જોઇ લો. અહીં તેના બીજા પણ કેટલાક વીડિયો છે. જેમાં તે મધુબાલા જેવી જ સુંદર લાગે છે. તો શું કહો છો છેને આ ટિકટૉકની મધુબાલા!
  Published by:Chaitali Shukla
  First published: