VIDEO: અમદાવાદની 5 સ્ટાર હોટલમાં એક્ટ્રેસને ભોજનમાં આવ્યાં જીવતા કીડાં

News18 Gujarati
Updated: August 24, 2019, 12:03 PM IST
VIDEO: અમદાવાદની 5 સ્ટાર હોટલમાં એક્ટ્રેસને ભોજનમાં આવ્યાં જીવતા કીડાં
એક્ટ્રેસ મીરા ચોપરાએ તેનાં ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેની પ્લેટમાં કીડાં સાફ નજર આવે છે.

એક્ટ્રેસ મીરા ચોપરાએ તેનાં ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેની પ્લેટમાં કીડાં સાફ નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફાઇવ સ્ટાર હોટલની શાન અને મોંઘું ભોજન ખાવાનો જો તમને પણ ચસકો હોય તો આ ખબર આપનાં માટે છે. હાલમાં જ એક્ટ્રેસ મીરા ચોપરાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ફાઇવ સ્ટાર હોટલમાં જમી રહી છે અને તેની પ્લેટમાં જીતા કીડાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તેણે મુકતા જ વાયરલ થઇ ગયો છે.

હિન્દી અને સાઉથ ફિલ્મોની જાણી તી એક્ટ્રેસ મીરા ચોપરા અમદાવાદની લગ્ઝુરિયસ હોટલમાં રોકાઇ હતી. અહીં સવાર સવારમાં તેણે બ્રેકફાસ્ટ ઓર્ડર કર્યો અને તે જોઇને દંગ રહી ગઇ કારણ કે તેની પ્લેટમાં જીવતા કીડાં હતાં. ખાવાની પ્લેટમાં આ કીડાં જોઇને મીરા ચોકી ગઇ હતી અને તેણે આ ઘટનાનો વીડિયો તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો હતો.

મીરાએ આ વીડિયોમાં લગ્ઝુરિયસ હોટલની પોલ ખોલી છે. કીડાંવાળો વીડિયો શેર કરતાં મીરાં લખે છે કે, 'હાલમાં હું અમદાવાદની ડબલ ટ્રી હેલ્ટન હોલમાં છું. મે નાસ્તો મંગાવ્યો અને ભોજનની સાથે મને કીડા મળ્યાં. આપણે આવી જગ્યા પર રહેવા માટે ભારે રૂપિયા આપીયે છીએ. પણ આ લોકો જમવામાં કીડાં પીરસે છે. હું ઇચ્છુ છું કે, તેનાં પર તુરંત એક્શન લેવામાં આવે. કૃપ્યા આને ટ્રેન્ડ બનાવો. જેથી લોકોને પણ આ ઘટના અંગે માલૂમ થાય.'

મીરા ટૂંક સમયમાં રિચા ચઢ્ઢા અને અક્ષય ખન્ના સ્ટાર 'આર્ટિકલ 375'માં રેપ વિક્ટિમનાં રોલમાં જોવા મળશે.
First published: August 24, 2019, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading