Home /News /entertainment /સેલ્ફી લેવા આવેલા ફેન પર ભડકી ગયો MC સ્ટેન, ગુસ્સામાં કરવા લાગ્યો ઝપાઝપી, Videoમાં ઘટના કેદ

સેલ્ફી લેવા આવેલા ફેન પર ભડકી ગયો MC સ્ટેન, ગુસ્સામાં કરવા લાગ્યો ઝપાઝપી, Videoમાં ઘટના કેદ

એમસી સ્ટેનના આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે.

એમસી સ્ટેનના આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. અહેવાલ અનુસાર આ ઘટના સ્ટેન ઇવેન્ટ છોડીને જઇ રહ્યો હતો અને ફેન્સ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

બિગ બોસ 16 (Bigg Boss 16 winner) ના વિજેતા એમસી સ્ટેન (MC Stan) અત્યારના સમયે ખૂબ જ ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ બજરંગ દળના કાર્યકરો શો દરમિયાન સ્ટેજ પર પહોંચ્યા હતા અને એમસી સ્ટેનને ધમકાવીને માર માર્યો હતો. ત્યારબાદ બિગ બોસ 16ના કન્ટેસ્ટન્ટ અબ્દુ રોજિક સાથે એમસી સ્ટેન ફાઇટ ચર્ચામાં હતી.

આ બધાની વચ્ચે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક ફેન (એમસી સ્ટેન ફિઝિકલ ફાઇટ) સાથે ઝપાઝપી કરતો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  ન દેખાવાનું બધું દેખાય એવો ડ્રેસ પહેરીને મલાઇકાએ ખૂબ બતાવી અદાઓ, ભલભલાના ધબકારા વધારી દે એવો છે બોલ્ડ લુક

એમસી સ્ટેનના આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. અહેવાલ અનુસાર આ ઘટના સ્ટેન ઇવેન્ટ છોડીને જઇ રહ્યો હતો અને ફેન્સ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

શું છે વીડિયોમાં?

વીડિયોમાં જોઈ શકાય છે કે, આંખના પલકારામાં એમ.સી.સ્ટેન પિત્તો ગુમાવ્યો હતો અને ભીડમાંના કોઈ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેના આ વર્તનથી તેના સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્ય થયું છે.

આ પણ વાંચો:  પિંક લહેંગામાં 'ફટાકડી' બનીને નીકળી સારા અલી ખાન , એથનિક લુકનો એક-એક ફોટો છે કમાલ

માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો નાગપુરમાં 18 માર્ચના રોજ થયેલા તેના કાર્યક્રમનો છે. જો કે, સ્ટેનની ટીમે આ અંગે કંઇ કહ્યું નથી, પરંતુ ફેન્સ તેની આ હરકતથી નિરાશ છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક દલીલો શરૂ થઈ છે.






અબ્દુ રોજિક સાથેની લડાઈની ચર્ચા

આ દરમિયાન સ્ટેન અને અબ્દુ વચ્ચે મારામારીના અહેવાલોએ ચકચાર જગાવી છે. જ્યારથી અબ્દુએ એમસી સ્ટેન સાથેની પોતાની લડાઈ અંગે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારથી આ વિવાદ ચર્ચામાં છે. અબ્દુએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે એમસી સ્ટેનના બદલાયેલા વર્તનથી તે દુ:ખી થયો છે. જો કે, સ્ટેને આ બાબતે મૌન સેવ્યું છે, પરંતુ તેના ફેન્સ અબ્દુ પર ગુસ્સે થઇ ગયા છે. આવી સ્થિતિમાં બંનેના ચાહકો એકબીજા દલીલો કરી રહ્યા છે.
First published:

Tags: Abdu Rozik, Bigg Boss, Bigg Boss16, Latest TV News