Home /News /entertainment /MC Stan: BB 16 વિજેતા મુંબઈના રેપરના શોમાં બોલી ધડાધડી, બજરંગ દળે ફટકાર્યા!

MC Stan: BB 16 વિજેતા મુંબઈના રેપરના શોમાં બોલી ધડાધડી, બજરંગ દળે ફટકાર્યા!

શો થયો કેન્સલ

એમસી સ્ટેનને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે એક લાઈવ શો દરમિયાન રેપર સાથે મારામારી કરવામાં આવી હતી.

પ્રખ્યાત રેપર અને બિગ બોસ 16ના વિજેતા એમસી સ્ટેન વિશે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેપર તાજેતરમાં લાઈવ કોન્સર્ટ કરવા ઈન્દોર પહોંચ્યો હતો. જોકે, સ્ટેજ પર પહોંચતા જ કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હંગામો મચાવનારા આ લોકો બજરંગ દળના સભ્યો હતા. આટલું જ નહીં, અહેવાલોની વાત માનીએ તો, બજરંગદળના લોકો મંચ પર પહોંચી ગયા અને રેપરને ધમકી આપી એટલું જ નહીં, મારપીટ પણ કરી.

શું હતો સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે એટલે કે 17 માર્ચે ઈન્દોરમાં રેપરનો લાઈવ શો હતો. આ પ્રસંગે હજારોની ભીડ પોતાના ફેવરિટ સ્ટારની એક ઝલક મેળવવા માટે પહોંચી હતી. જો કે, ત્યારે જ પોતાને બજરંગ દળના સભ્ય ગણાવનારાઓએ હોબાળો મચાવ્યો હતો. એવું કહેવામાં આવ્યુ હતું કે બજરંગ દળ, એમસી સ્ટેનના ગીતોમાં ખુલ્લેઆમ ગાળો અને મહિલાઓને ઓબ્જેક્ટિફાઈ કરવાની ખિલાફ છે. તેની સાથે જ એવો આરોપ છે કે સ્ટેન પોતાના રેપ સોન્ગસમાં ડ્રગ્સને પ્રમોટ કરે છે જેનાથી યૂથ પર ખોટો પ્રભાવ પડી રહ્યો છે. આ કડીમાં અમુક લોકોએ સ્ટેજ પર પહોંચીને રેપર સાથે મારામારી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે, આ વાતોમાં કેટલી સચ્ચાઈ છે, તે વિશે કહેવું થોડું મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ મહેમાન બનીને આવી તાપસી પન્નુએ જ્યારે શાહરુખ ખાનનું કર્યુ અપમાન, આવું હતું કિંગ ખાનનું રિએક્શન

આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એમસી સ્ટેન શોની વચ્ચેથી જ નીકળી જાય છે અને પોતાની ગાડીમાં બેસીને જતા જોવા મળે છે. રેપરની પાછળ લાગેલી ભીડને પણ વીડિયોમાં સાફ જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ તૂટેલા દાંત, જબરદસ્ત મરાઠી અંદાજ... 'કોમેડી સર્કસ'ની ગંગુબાઈનો બોલ્ડ અંદાજ જોઈને તમે પણ ચોંકી જશો

આ ઘટના બાદ ચાહકોમાં રોષનો માહોલ છે. સોશિયલ મીડિયા યુઝર્સ રેપરની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. PUBLIC STANDS WITH MC STAN ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. નેટીઝન્સનું કહેવું છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં બજરંગ દળના માણસો સ્ટેજ પર કેવી રીતે પહોંચ્યા? તો ત્યાં કેટલાક યુઝર્સે કહ્યું કે ભારતમાં કલાકારનું સન્માન નથી. બીજી તરફ બજરંગ દળના સભ્યનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રેપરને ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળી રહ્યો છે.હંગામા પછી રેપરનો શો રદ થયો હોવાથી ચાહકો નિરાશ છે. જો કે, ઈન્દોર પછી એમસી સ્ટેન આજે એટલે કે 18મી માર્ચે નાગપુરમાં લાઈવ શો કરવા જઈ રહ્યો છે. આ પછી 28મી એપ્રિલે અમદાવાદમાં, 29મી એપ્રિલે જયપુર, ત્યારબાદ 6એ કોલકાતા અને 7મીએ દિલ્હીમાં એમસી સ્ટેનનો લાઈવ કોન્સર્ટ થશે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો