મુંબઈઃ દિશા વાકાણીનાં કેન્સરની ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચાએ ભારે વેગ પકડ્યું છે અને તેમના ફેન્સમાં ટેન્શનનું વાતાવરણ પણ સર્જાઈ ગયું છે. તેમના ચાહકોને આ માનવામાં નથી આવી રહ્યુ અને હવે આ વાત પર વિશ્વાસ કરવાની પણ જરૂર નથી. કારણ કે, હવે એવી ખબર સામે આવી રહી છે કે, દયાભાભી એટલે કે દિશા વાકાણીને કંઈ જ થયું નથી. તે એકદમ સ્વસ્થ છે. આ વાતની પુષ્ટિ ખુદ દયાભાભીના ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન ભાઈ સુંદર વીરાએ કરી છે. દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણીની પુષ્ટિ બાદ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.
મીડિયા રિપોર્ટ્સની માનીએ તો દયાભાભીને કેન્સર થવાની આ ફેક ન્યૂઝ પર ખુદ ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન ભાઈ સુંદરલાલે રિએક્ટ કર્યુ છે અને આ ખબરને સાવ ખોટી ગણાવી છે. ફક્ત મયૂર વાકાણી એટલે સુંદરલાલે જ નહીં પણ આસિત મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે દિશા વાકાણી એકદમ સ્વસ્થ છે. સાથે જ આસિત મોદીએ કહ્યુ કે, જો કોઈની મિમિક્રી કરવાથી કે અવાજ બદલવાથી ગળાનું કેન્સર થતું હોય તો દરેક મિમિક્રી કરવાવાળાં લોકો ખૂબ જ ડરી જશે. તેમના જણાવ્યા અનુસાર તમાકુ ખાવાથી કેન્સર થાય છે, અવાજ બદલવાથી નહીં. વળી દીલિપ જોશીએ પણ દિશા વાકાણીની સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાની વાત કરી છે.
વાસ્તવમાં, દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અવાજ બદલીને બોલતા જોવા મળતી હતી. તેમણે ઘણીવાર શો માટે પોતાના અવાજ સાથે એક્સપેરિમેન્ટ કર્યા છે. એવી ખબર સામે આવી રહી હતી કે, વારંવાર અવાજ બદલવાના કારણે તેમને ગળાનું કેન્સર થયું છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ખોટી જણાવવામાં આવી છે. જોકે, દિશા પોતાના ઘરે પરિવાર સાથે ખુશહાલ જીવન જીવી રહી છે. હાલમાં જ તે બીજા બાળકની પણ માતા બની છે. 2017 બાદ દિશા વાકાણી શોનો ભાગ નથી રહી.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર