Home /News /entertainment /

મયુર ચૌહાણની 'મચ્છુ'નું ટિઝર રિલીઝ, હૃદય દ્રાવક છે VIDEO

મયુર ચૌહાણની 'મચ્છુ'નું ટિઝર રિલીઝ, હૃદય દ્રાવક છે VIDEO

આ ફિલ્મમાં 11 ઓગષ્ટ, 1979નાં રોજ મોરબીમાં મચ્છુ ડેમ તુટતા જે તારાજી સર્જાય છે તેનો ચિતાર દર્શાવવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં 11 ઓગષ્ટ, 1979નાં રોજ મોરબીમાં મચ્છુ ડેમ તુટતા જે તારાજી સર્જાય છે તેનો ચિતાર દર્શાવવામાં આવ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી: મયુર ચૌહાણની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'મચ્છુ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર ખરેખરમાં હૃદયદ્રાવક છે. આ ફિલ્મમાં 11 ઓગષ્ટ, 1979નાં રોજ મોરબીમાં મચ્છુ ડેમ તુટતા જે તારાજી સર્જાય છે તેનો ચિતાર
    દર્શાવવામાં આવ્યો છે.

    મોરબીનાં લોકો અને સત્તાવાર માહિતી મુજબ આ દૂર્ઘટના ભારે વરસાદને કારણે થઇ હતી. વીસ મિનિટમાં ડેમની નજીકનાં પાંચ કિલોમિટર વિસ્તારમાં મોરબીનાં ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં 12થી 330 ફૂટ પાણી ઘુસી ગયા હતાં. આ હોનારતમાં 25 હજારથી વધુ લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.

    આ પણ વાંચો-તારક મેહતા..ને મળી ગઇ નવી દયા બેન, જુઓ તસવીરો

    આપને જાણીને નવાઇ લાગશે પણ મચ્છુ ડેમ દૂર્ઘટના સૌથી ખરાબ ડેમ તુટવાની ઘટના તરીકે ગિનિસ બૂક ઓફ રેકોર્ડમાં શામેલ કરવામાં આવી છે. સત્તાવાર રીતે મચ્છુ ડેમની ઘટનાને 'એક્ટ ઓફ ગોડ' તરીકે ગણવામાં આવી છે.



    ફિલ્મમાં મયુર ચૌહાણ ઉપરાંત જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર અને ગૌરાંગ આનંદ લિડ રોલમાં છે. આ ફિલ્મ જતિન પટેલે પ્રોડ્યુસ કરી છે જ્યારે 'મચ્છુ' શૈલેષ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. હાલમાં ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.
    આ પણ વાંચો-રિતિક રોશન પર છેતરપિંડીનો કેસ, જિમ યૂઝરે લગાવ્યો વાયદો પૂર્ણ ન કરવાનો આરોપ
    Published by:Margi Pandya
    First published:

    Tags: Teaser out

    આગામી સમાચાર