Maya Govind passes away : ગીતકાર માયા ગોવિંદનું નિધન, 'કજરે કી બાતી' થી મળી ખ્યાતિ, 350 થી વધુ ફિલ્મો માટે લખ્યા ગીતો
Maya Govind passes away : ગીતકાર માયા ગોવિંદનું નિધન, 'કજરે કી બાતી' થી મળી ખ્યાતિ, 350 થી વધુ ફિલ્મો માટે લખ્યા ગીતો
ગીતકાર માયા ગોવિંદનું નિધન
Maya Govind passes away : ગીતકાર માયા ગોવિંદના અવસાન (Maya Govind Death) થી માત્ર હિન્દી સિનેમા જ નહીં ટીવીમાં પણ શોકની લહેર છવાઈ ગઈ હતી. દરેક વ્યક્તિ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે બોલિવુડ માટે અનેક સદાબહાર ગીત (Maya Govind Song) લખ્યા
Maya Govind passes away : ગીતકાર માયા ગોવિંદ (Maya Govind), જેમણે ફિલ્મ 'સાવન કો'ના 'કજરે કી બાતી', 'આંખો મેં બસ હો તુમ', 'મૈં ખિલાડી તુ અનાડી', 'તેરી મેરી પ્રેમ કહાની' અને 'રાની ચેહરે વાલે' જેવા ઘણા સદાબહાર ગીતો લખ્યા છે. આજે દો માયા ગોવિંદનું આજે નિધન (Maya Govind Death) થયું છે. તેમના નિધનના સમાચારથી બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. 80 વર્ષીય માયા ગોવિંદે આજે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે માયા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.
ગીતકાર માયા ગોવિંદના અવસાનથી માત્ર હિન્દી સિનેમા જ નહીં ટીવીમાં પણ શોકની લહેર છવાઈ ગઈ હતી. દરેક વ્યક્તિ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. માહિતી અનુસાર, મગજમાં લોહી ગંઠાઈ જવાને કારણે તેણીને જાન્યુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેણીએ થોડા દિવસો સુધી સારવાર લીધી હતી અને પછી તેણીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ ઉંમરના આ તબક્કે તે રોગમાંથી બહાર આવી શક્યા ન હતા. માયા ગોવિંદના અંતિમ સંસ્કાર આજે બપોરે પવન હંસ સ્મશાન ગૃહ, વિલે પાર્લે વેસ્ટ, મુંબઈ ખાતે કરવામાં આવ્યા હતા.
માયા ગોવિંદના પુત્ર અજય ગોવિંદ તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી શેર કરતા હતા. થોડા સમય પહેલા એક ચેનલ સાથે વાત કરતા તેમના પુત્રએ જણાવ્યું હતું કે, તેમની માતાને પહેલા ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું અને પછી મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
ફિલ્મ ઉદ્યોગમાં માયા ગોવિંદા એકમાત્ર એવા ગીતકાર હતા જેમણે ફિલ્મો અને ટીવી સિરિયલો માટે ગીતો સિવાય અનેક પુસ્તકો લખ્યા છે. તેમને નિર્માતા નિર્દેશક આત્મા રામે તેમની ફિલ્મ 'આરોપ'માં પહેલો બ્રેક આપ્યો હતો. 1979માં આવેલી ફિલ્મ 'સાવન કો આને દો'ની 'કજરે કી બાતી'એ માયા ગોવિંદને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. આ પછી તેમણે 'આંખો મેં બસ હો તુમ', 'મૈં ખિલાડી તુ અનારી', 'તેરી મેરી પ્રેમ કહાની' અને 'રાની ચેહરે વાલે' જેવા ઘણા સદાબહાર ગીતો લખ્યા, જેને લોકોના હોઠ પર આજે પણ ગૂંજે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર