કરિના કપૂર સાથે ફિલ્મ્સમાં પરત ફરશે ઇરફાન ખાન? આવી છે ચર્ચા

નિર્માતા ભૂષણ કુમાર અને દિનેશ વિઝને હિંદી મીડિયમ 2 અંગે જાહેરાત પણ કરી હતી

News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
કરિના કપૂર સાથે ફિલ્મ્સમાં પરત ફરશે ઇરફાન ખાન? આવી છે ચર્ચા
ઇરફાન-કરિનાની કેમેસ્ટ્રી દર્શકોને જરૂર આકર્ષશે
News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાન અને સબા કમરની કેમેસ્ટ્રી ફિલ્મ 'હિંદી મીડિયમ'માં દર્શકોની ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મમાં દર્શકોએ ઇરફાનના અભિનયના વખાણ કર્યા હતા અને તેને ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મની કહાનીને લઇને મેકર્સ અને ઇરફાન ખાન બન્ને એટલા ઉત્સાહિત હતાં કે ફિલ્મ 'હિંદી મીડિયમ પાર્ટ 2' પર પણ કામ શરૂ કરવાની વાતો ચર્ચાઇ હતી.

ત્યાં સુધી કે ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર અને દિનેશ વિઝને હિંદી મીડિયમ 2 બનાવવા અંગે ઓફિશિયલ જાહેરાત પણ કરી દીધી હતી. આ દરમિયાન ઇરફાન ખાનને કેન્સર થતાં તેને સારવાર માટે ન્યૂયોર્ક જવું પડ્યું હતું. જેના કારણે ફિલ્મ ડબ્બામાં મૂકાઇ ગઇ હતી.

જોકે, થોડા દિવસો પહેલાં અભિનેતા ઇરફાન ખાન ભારત પરત ફર્યો છે અને તેની તબિયતમાં પણ સુધાર છે. આવામાં જાણવા મળી રહ્યું છે કે, હિંદી મીડિયમ 2ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. સાથે જ ફિલ્મ માટે અભિનેત્રીની પસંદગી અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ લિસ્ટમાં કરિના કપૂરનું નામ સૌથી ઉપર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: PM મોદીની બાયોપિકમાં જશોદા બેનનો રોલ ભજવશે આ અભિનેત્રી

સૂત્રોનું માનીએ તો હાલમાં જ મેકર્સ કરિના કપૂરને મળ્યા હતા. કરિનાને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી હતી. પેરેન્ટ્સ અને બાળકોના સ્કૂલ એડમિશનની આ કહાણી કરિના કપૂરને પસંદ પડી છે. પરંતુ તેણે હાલ ફિલ્મ સાઇન કરવા માટે હા પાડી નથી. ફિલ્મના મેકર્સ કરિના કપૂરના જવાબની રાહ જોઇ રહ્યાં છે.

જો કરિના કપૂર ફિલ્મ કરવા તૈયાર થશે તો ઇરફાન ખાન સાથે તેની આ પહેલી ફિલ્મ હશે. ઇરફાન-કરિનાની કેમેસ્ટ્રી દર્શકોને જરૂર આકર્ષશે.
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...